હળવદના મિયાણી ગામે માત્રી માતાજી નો નવરંગો માંડવો રોપાયો

0
49

ઝિંઝુવાડીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું આયોજન

હળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામે ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી માત્રી માતાજી નો નવરંગો માંડવો તેમજ નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ઝીંઝુવાડિયા પરિવાર હાજર રહ્યો હતો

હળવદ તાલુકાના મિયાણી ગામે સમસ્ત ઝિંઝુવાડીયા પરિવાર દ્વારા શ્રી માત્રી માતાજી નો નવરંગો માંડવો તથા નવચંડી હવન આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું આ ચોવીસ કલાક ના માતાજી ના નવલખા માંડવા માં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

આજરોજ સવારના ૭ કલાકે થાંભલી રોપવામાં આવી હતી જ્યારે ૮ કલાકે નવચંડી હવન ની શરૂઆત કરવામાં હતી તેમજ સાંજના ચાર કલાકે બીડુ હોમવામાં આવ્યું હતું અને ૫ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સાથે જ માતાજીના નવરંગા માંડવામાં રમેશભાઈ રાવળ તથા સાજીંદાઓ એ ડાકલા ની રમઝટ બોલાવી હતી માતાજીના નવરંગા માંડવા અને નવચંડી હવન ની સાથે સાથે કરવિધી પણ રાખવામાં આવી હતી

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિઠ્ઠલભાઈ,મુન્નાભાઈ ,રણછોડભાઈ ,હરખાભાઈ ,અમરશીભાઈ ,ભગાભાઈ, દીપકભાઈ, સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY