મોરબીના ઝીકીયારી ગામના કાકા-ભત્રીજા સહીત ત્રણને હનીટ્રેપમાં ફસાવી દોઢ લાખની માંગણી કરવા મામલે થયેલી ફરિયાદ બાદ પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા હતા જેમાં ચાર આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા આજે જેલહવાલે કરવામાં આવ્યા છે
મોરબીના ઝીકીયારી ગામે ત્રણ યુવાનોને લલનાના મોહજાળમાં ફસાવી તેના કપડા ઉતરાવી મોબાઈલમાં વિડીયો બનાવી બાદમાં દોઢ લાખ ના આપે તો વિડીયો વાયરલ કરી દેવાની તેમજ બળાત્કાર કેસમાં ફીટ કરવાની ધમકી આપી ૪૦૦૦ રૂપિયાની લૂંટ કરી માર મારવામાં આવ્યો હતો જે મામલે ભોગ બનનારે કરેલી ફરિયાદ બાદ કેસની તપાસ ઇન્ચાર્જ સીપીઆઈ આર જે ચૌધરીની ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી હોય જેમાં હનીટ્રેપના આરોપી મુકેશ ભગવાનજી સીણોજીયા (ઉ.વ.૪૬) રહે દેવીપુર તા. હળવદ, મુઝ્ઝફર ઇકબાલ લોલાડીયા ઘાંચી (ઉ.વ.૨૮) રહે હળવદ, એજાજ હનીફ કગથળા ઘાંચી (ઉ.વ.૨૫) રહે હળવદ, હળવદ પોલીસ કર્મચારી દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા (ઉ.વ.૨૭) અને વસંતબેન જગદીશભાઈ ચાવડા (ઉ.વ.૩૦) રહે ચરાડવા હળવદ એમ પણ આરોપીને ઝડપી લઈને બનાવમાં લૂંટમાં ગયેલ ૪૦૦૦ રૂપિયા તેમજ ગુન્હામાં વપરાયેલ એસન્ટ કાર નં જીજે ૦૩ સી ૪૬૩૩ કબજે લીધી હતી અને કોર્ટમાં રજુ કરતા મહિલા સિવાયના ચાર આરોપીના ગુરુવાર સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરાયા છે તો મહિલા આરોપીને અગાઉ જેલહવાલે કરવામાં આવી છે
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




