નિક-પ્રિયંકા અભિનીત ‘જોનસ બ્રદર્સ’નું નવું સોન્ગ રિલીઝ

0
7

ન્યુયોર્ક,તા.૧
છેલ્લા કેટલાક સમયથી એવી ખબર હતી કે ‘જોનસ બ્રદર્સ’ એકવાર ફરી સાથે નજરે આવશે અને આખરે આ વાત સાચી સાબિત થઈ. લગભગ ૫ વર્ષથી વધુના ગેપ બાદ ‘જોનસ બ્રદર્સ’એ એક સાથે નજરે આવ્યા છે. ‘જોનસ બ્રદર્સ’ તેમનું નવું સોન્ગ ‘સકર’ રિલીઝ કર્યું છે. ‘જોનસ બ્રદર્સ’નું આ સોન્ગ બોલિવુડ ફેન્સ માટે પણ ઘણું ખાસ છે. કારણે આ સોન્ગના વીડિયોમાં પ્રિયંકા ચોપડા પણ નજરે આવી રહી છે.
જાનસ બ્રદર્સના આ નવા સોન્ગ ‘સકર’માં નિક જોનસ સાથે જો અને કેવિન પણ છે અને તેમની સાથે નજરે આવી રહી છે તેમની લવલાઈફ. એટલે કે આ સોન્ગમાં ત્રણે ભાઈઓ સાથે નિકની પત્ની પ્રિયંકા ચોપડા, જો જોનસની ફિયાન્સી સોફી ટર્નર અને કેવિનની પત્ની ડેનિએલ જોનસ છે.
આ સોન્ગને રિલીઝ કરતા પહેલા નિકે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો અને ક્લિપ પોસ્ટ કરી છે. ઉપરાંત તેમને ભાઈ ફ્રેન્કી જાનસનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ આ ગીત ‘સકર’ પર ડાન્સ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY