‘ધ કપિલ શર્મા શો’ માટે અર્ચનાને ૨૦ એપિસોડ્‌સના ૨ કરોડ રૂપિયા મળશે

0
6

નવજોત સિદ્ધુને આ શો માટે વાર્ષિક ૨૫ કરોડ રૂપિયા મળતા હતાં
મુંબઈ,તા.૧
‘ધ કપિલ શર્મા શો’માં નવજોત સિદ્ધુને સ્થાને અર્ચના પૂરણ સિંહ આવી છે. અર્ચના આ શોમાં ૨૦ એપિસોડ્‌સમાં જોવા મળશે. જેના માટે તેને ૨ કરોડ રૂપિયા મળશે.
પ્રોડક્શન હાઉસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્ચના છેલ્લાં ૧૦ વર્ષથી આ ચેનલ સાથે જોડાયેલી છે. તેથી જ બંનેએ એકબીજા સાથે ફીને લઈ કંઈ જ માથાકૂટ કરી નહોતી. ‘કોમેડી સર્કસ’ની પૂરી સિઝન માટે અર્ચનાને ૨ કરોડ રૂપિયા મળ્યાં હતાં. હવે, કપિલ શર્માના શો માટે પણ ચેનલે બે કરોડ રૂપિયા અર્ચનાને આપવાનું નક્કી કર્યું છે. અર્ચના તરત જ તૈયાર થઈ ગઈ હતી. અર્ચનાને ૨૦ એપિસોડ માટે ૨ કરોડ રૂપિયા આપવામાં આવશે.
અર્ચનાને એક એપિસોડ દીઠ ૧૦ લાખ રૂપિયા મળશે. જોકે, કપિલ શર્માના શોમાં નવજોતને અર્ચનાને મળતી રકમ કરતાં ૧૨ ગણી વધારે રકમ મળતી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવજોતને આ શો માટે વાર્ષિક ૨૫ કરોડ રૂપિયા મળતા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY