મોરબી,તા.૫
મોરબીમાં ગૌશાળાના સંચાલક પર ફાયરિંગ કેસમાં નવો વળાંક આવ્યો છે. કહેવાતા ગૌરક્ષકે જ ફાયરિંગની ઘટના ઉપજાવી કાઢી હતી અને ગેરકાયદે ચાલતી ગૌશાળા કોઈ ખાલી ન કરાવે તે માટે કારસો રચ્યો હતો. પોલીસે કહેવાતા ગૌરક્ષક દિનેશ લોરિયા સહિત ૪ શખ્સની ધરપકડ કરી છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ ઘટના અંગેની મળતી વિગતો મુજબ ડિસેમ્બર માસમાં ગૌરક્ષક દિનશે લોરિયાએ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, તેઓ જ્યારે પોતાની ગૌશાળાના દરવાજા પાસે પોતાની કારમાં બેઠાં હતા ત્યારે કેટલાક લોકોએ આવીને તેમના પર ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા હતા અને ત્યારબાદ નાસી ગયા હતા.
જો કે, આ ફરિયાદને લઇને સ્થાનિક પોલીસ ટીમે તપાસ હાથ ધરતા આ સમગ્ર બાબત ઉપજાવી કાઢી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ સાથે જે ફરિયાદીએ પોતે જ આ કારશો રચ્યો હોવાનું પણ તપાસમાં સામે આવતા મોરબી પોલીસે ગૌરક્ષક દિનેશ લોરિયા સહિત ૪ લોકોની તાત્કાલિક અસરથી ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



