વિદ્યાર્થીઓને કુમકુમ તિલક ગુલાબનું ફૂલ આપી અને ચોકલેટ આપી સ્વાગતફ કરી શુભેચ્છા પાઠવવામાં આવી,
મોરબી જીલ્લામાં 94 પરીક્ષા કેન્દ્ર પર ૨૫૮૬૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે આજરોજ હળવદમાં ધોરણ 10 ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો શુભારંભ શાંતિપૂર્ણ રીતે થયો હતો
રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો ગુરુવારથી શુભારંભ થઈ ચૂક્યો છે , હળવદમાં ધોરણ10 નુ ગુજરાતી નુપેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓમાંથી જાણવા મળી રહ્યું છે , હળવદ માં ધોરણ 10 માં 12 કેન્દ્ર માં 3300 વિધાથિઓ, સામાન્ય પ્રવાહમાં 5 કેન્દ્ર પર 1710 વિદ્યાર્થીઓ ધોરણ12 વિજ્ઞાન પ્રવાહમાં 2 કેન્દ્ર માં 560 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે , તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ નો હાઉ દુર કરવા ઉગાવથી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા હતા અને વિવિધ સંસ્થાઓ દ્વારા સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું પરીક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ તે માટે પૂરતો સ્ટાફ ફાળવ્યો છે તેમજ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે હળવદ સદભાવના વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી ચોકલેટ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરી કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી, હળવદ ની મહર્ષિ ગુરુકુળ તક્ષશિલા વિદ્યાલય વિવેકાનંદ વિદ્યાલય વિદ્યા દશૅન, મંગલમ વિદ્યાલય સાંદિપની સ્કુલ નવનિર્માણ વિદ્યાલય વગેરે 12 જેટલા કેન્દ્ર પર શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બોર્ડની પરીક્ષામાં ગેરરીતિઓ અટકે અને પરીક્ષા યોજાય એ માટે જરૂરી કાર્યવાહી કરી તમામ સ્થળ સંચાલકોને નિર્દેશ આપ્યા હતા આ માટે તમામ કેન્દ્રો સીસી ટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે આ તકે મામલતદાર વી, કે, સોલંકી સદભાવના ના એમડી ગીરીશભાઈ લકુમ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક ગુલાબનું ફુલ, સરબત, ચોકલેટ, આપી શુભેચ્છા પાઠવી હતી સમગ્ર પરીક્ષા ને સફળ બનાવા સ્થળ સંચાલક સી,એમ, કણજરીયા તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી, શાંતિમહોલમાં પરીક્ષા યોજાય હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




