ત્રણથી ચાર મહિનામાં કુલ દેવુ ૫૦થી ૬૦ ટકા ઘટી જશે : અનિલ અંબાણીની કંપનીનો દાવો

0
6

મુંબઇ,તા.૭
અનિલ અંબાણીની માલિકીવાળી કંપની રીલાયન્સ કેપિટલે ગુરૂવારે દાવો કર્યો છે કે તેઓ આગામી ત્રણથી ચાર મહિનામાં કુલ દેવુ ૫૦ થી ૬૦ ટકા ઘટાડી દેશે. કંપનીએ કહ્યું કે આ ચૂકવણી રીલાયન્સ નિપાન લાઈફ એસેટ મેનેજમેન્ટ અને રીલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સમાં ભાગીદારી વેચીને કરવામાં આવશે.
એટલું જ નહીં, કંપની પૈસા એકત્રિત કરવા માટે મુખ્ય વેપારની અંદરની પણ અમૂક સંપત્તિઓ વેચી રહી છે. કંપનીની ઉપર ૧૮ હજાર કરોડ રૂપિયાથી વધુનુ દેવુ છે. આ સંદર્ભમાં કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, મુખ્ય રૂપથી અંદરની અમૂક સંપત્તિઓ તથા રીલાયન્સ નિપાનમાં ૪૩ ટકા અને રીલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સમાં ૪૯ ટકાની ભાગીદારી વેચીને કુલ દેવામાં ૫૦-૬૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે.
આ સાથે જ આ નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે રીલાયન્સ નિપાનનું મૂલ્યાંકન પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુનુ છે. રીલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સમાં કેપિટલની ૧૦૦ ટકા ભાગીદારી છે. કંપનીએ ગયા મહિને આઈપીઓ માટે અરજી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY