હળવદના ટીકર (રણ) માં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાર્માસીસ્ટ તેમજ મેડીકલ ઓફિસર અને સ્ટાફના સહયોગથી સુવિધાઓથી સંપન્ન બનાવવામાં આવ્યું છે અને ખાનગી હોસ્પિટલ જેવી સફાઈ અને સુવિધાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળી રહી છે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર (રણ) માં બદલીથી આવેલ ફાર્માસિસ્ટ નીલેશકુમાર સરસાવાડિયાએ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. કૃપાલીબેન રંગાડીયા, ડો. દિપીકાબેન કાપડિયા તેમજ કર્મચારી સુરેશભાઈ, દિનેશભાઈ, મનીષભાઈ, અલ્તાફભાઈ, તળશીભાઈ, અક્સાબેન, ભારતીબેન અને ગામના સરપંચ સંગીતાબેન વિજયભાઈ એરવાડિયા, ગામના આગેવાન ગોરધનભાઈ ગોઠીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરને ખાનગી હોસ્પિટલ જેવું બનાવ્યું છે માત્ર એક જ માસમાં આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા પર પુરતું ધ્યાન આપી સ્વચ્છ બનાવ્યું છે તો ખાનગી હોસ્પિટલ જેમ સાઈનેજ, આઈ.ઈ.સી સુત્રો લગાવવા અને અધ્યતન પ્રસૃતિ રૂમ બનાવ્યા છે જેમાં તમામ પ્રકારના ઈમરજન્સી ઇન્જેક્શન, દવાઓ અને સાધનો રાખવામાં આવ્યા છે
તે ઉપરાંત રસીઓની જાળવણી માટે અધ્યતન કોલ્ડ ચેઈન પોઈન્ટ બનાવવામાં આવેલ છે આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી સંદેશો આપવામાં આવ્યો છે અગાઉ ફાર્માસિસ્ટ નીલેશભાઈ બગથળામાં પણ સારી કામગીરી કરી છેલ્લા છ વર્ષથી બગથળા પીએચસીને અનેક એવોર્ડ અપાવ્યા છે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





