નવસારીમાં ૧૪, વલસાડમાં ૧૭, સુરતમાં ૧૯ ડીગ્રી
સુરત, તા.૧૩
જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત બરફ વર્ષા થતા ઉત્તર દિશાથી ફુંકાતા ઠંડા પવનથી રાજ્યના તાપમાનમાં ફરી એક વખત નજવો ફેરફાર નોધાયો છે. દક્ષિણ ગુજરાતના તાપમાનમાં ગતરોજની સરખામણીએ આજે એક ડીગ્રીનો ઘટાડો નોધાયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૨.૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૯.૪ ડીગ્રી નોધાર્યુ છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૮ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૫.૬ મિલીબાર નોધાયું છે. શહેરમાં ઉત્તર-પૂર્વ દિશાથી કલાકના ૮ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યા છે. ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં એકથી બે ડીગ્રીનો ઘટાડો નોધાયો છે. મળસ્કે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. પરંતુ બપોરના સમયે ગરમીનો પારો યથાવત રહ્ના હતો.
નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૩૩ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૪ ડીગ્રી નોîધાયું છે. વલસાડમાં આજે અધિકતમ તાપમાન ૩૧.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૭.૬ ડીગ્રી નોધાયું છે. દક્ષિણ ગુજરાતમાં એક-બે દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ ગરમીમાં વધારો નોîધાય તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



