ગ્રામ પંચાયતની બેઠક બોલાવી બજેટ મંજુર કર્યાંના આક્ષેપ
મહેન્દ્રનગર ગ્રામપંચાયતે ચુંટણી અચારસંહિતા અમલી હોવા છતાં બેઠક બોલાવીને બજેટ મંજુર કરીનીએ આચારસંહિતાનો ભંગ કર્યો હોય જેથી ૧૩ સભ્યો સામે પગલા લેવાની માંગ કરાઈ છે
મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસીએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ પડી છે છતાં મહેન્દ્રનગર ગ્રામ પંચાયત દ્વારા એજન્ડા સાથે બેઠક બોલાવી બજેટને બહાલી આપીને આચારસંહિતાનો ભંગ કર્યો છે. જેથી ૧૩ સભ્યો સામે પગલા લેવા માંગ કરી છે
આ મામલે ડે. કલેકટર શિવરાજસિંહ ખાચરનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે બેઠક માટેનો એજન્ડા અગાઉ જ આપી દીધો હોય જેથી બેઠક મળી હતી જોકે કોઈ ઠરાવ કે કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ ચુંટણી આચારસંહિતા લાગુ હોય જેથી બેઠકની કાર્યવાહી મોકૂફ રાખી હોવાનું જણાવીને સભ્યો છુટા પડ્યા હતા જેથી આચારસંહિતા ભંગનો કોઈ મામલો ના હોવાનું જણાવ્યું હતું
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




