મોરબી : પીપળી હત્યા કેસમાં શકમંદ એમપી ભાગી ગયો

0
368

એમપીનો શખ્શ ગુમ, પોલીસે તપાસ ચલાવી  

મોરબીના પીપળી ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળવાના પ્રકરણમાં યુવાનની હત્યા કરવામાં આવી હોય જે મામલે મૃતકના ભાઈએ હત્યાની ફરિયાદ કરતા પોલીસે એક શકમંદ  સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

પીપળી ગામે કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો અને યુવાનની હત્યા કરવામાં આવી હોય તેમજ માથું છુંદી નાખી ઓળખ ના થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હોય ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મૃતદેહ ખસેડ્યા બાદ મૃતક યુવાન દલપતસિંહ બળવંતસિંહ રહે મહીસાગર જીલ્લાના પાંડવા ગામનો હોવાનું ખુલ્યું હતું જે મામલે મૃતકના ભાઈ વિનય બળવંત ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે શકમંદ ગોરધન એમપીવાળાએ માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી ઈજા કરી લાશને ગોદડામાં વીંટી શરીરે પથ્થર બાંધી હત્યા નીપજાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી ફરિયાદ નોંધાવી છે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઈ એન જે રાણા ચલાવી રહ્યા છે
શકમંદ કડીયાકામ કરતો શખ્સ ગુમ
આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક જે કારખાનામાં મજુરી કરતો તેની નજીક શકમંદ ગોરધન એમપીવાળો કડિયાકામ કરતો હતો જે હાલ તેના વતન ચાલ્યો ગયો હોય જેથી તેના પર શંકાની સોય અટકી છે અને પોલીસે એ દિશામાં તપાસ ચલાવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY