ચૈત્ર માસ પંચકોશી પરિક્રમા માં 5 લાખ થી વધુ શ્રદ્ધાળુંઓ પ્રદક્ષિણા કરે છે તમામ ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
નદી કિનારે પરિક્રમા વાસી ચાલી શકે એવો રસ્તો અને ઘાટો બનાવવા જોઈએ, હોળીઓ અને વિસામાં મુકવા જોઈએ..સદાનંદ મહારાજ
રાજપીપળા : ચૈત્ર મહિનાની શરુઆત સાથે પુણ્ય સલીલા માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો છે. 21 દિવસ ચાલનારી આ પરિક્રમામાં રોજ ના હજારો ભક્તો આ પરિક્રમા કરે છે.ત્યારે આ 16 કિમી નો માર્ગ વ્યવસ્થિત હોય અને પરિક્રમા વાસી શાંતિથી ચાલી શકે એવા બનાવવા જોઈએ સાથે નદી કિનારાના ઘાટો પણ બનાવવા જોઈએ અને રસ્તામાં પાણીની કે લીંબુ સરબતની વ્યવસ્થા રાખવી જરૂરી છે, હિંદુ દેવસ્થાન કમિટીમાં આવતા રણછોડજી મંદિર ખાતે પણ પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી જેથી સંતોએ જીલ્લા કલેકટર થી લઇ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્યને લેખિત માં રજૂઆત કરી છે.
નર્મદામાં ઉત્તર દિશા તરફ વહેતી પુણ્ય સલીલા માં નર્મદાનું અનેરું મહાત્મ્ય છે.નર્મદા દર્શન થી પાપ નાશ થઇ જાય છે. ત્યારે નર્મદા નદીની પરિક્રમાનું પણ વિશેષ મહત્વ છે. આ મહાત્મ જાણી મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા કરે છે, જેની રામપુરા ખાતે થી શરુઆત થાય છે અને જ્યાં અનેક રજૂઆત છતાં ઘાટ બનાવાતો નથી અને જેનો 16 કિમી નો માર્ગ હોય જે વ્યવસ્થિત બાવવા અને લાઈટો વિસામો અને પાણીી ્યવસ્થા કરવી જોઈએ એવી ભક્તો અને સંતોની માંગ છે. માટે સદાનંદ મહારાજ અને અન્ય ભક્તો દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન આપી જેમ અન્ય પરિક્રમા અને મેળામાં તંત્ર જવાબદારી ઉઠાવે છે એ રીતે રસ્તો બનાવાય, હોડીઓની વ્યવસ્થા સાથે વિષામાંની વ્યસ્થા કરવામાં આવે એ જરૂરી બન્યું છે ત્યારે ભક્તોએ આ અંગેની માંગ કરી છે.
બોક્ષ : આ પરિક્રમા નું વિશેષ મહત્વ છે જેથી ચૈત્ર માસમાં મોટી સંખ્યામાં ભક્તો આ પંચકોશી પરિક્રમા કરવા આવે છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યો માંથી આ 21 દિવસ દરમ્યાન 5 લાખ થી વધુ પરિક્રમા વાસીઓ આવે છે વહેલી સવારે 4 વાગ્યા થી પરિક્રમા શરુ થાય છે અને અંધારામાં ભક્તોને ખરાબ માર્ગને કારણે ચાલતા ફાવતું નથી કેટલાય લોકો પડી જાય છે નર્મદા નદીના ઘાટો પણ બનાવાતા નથી અને બહારના પરીક્રમાંવાસી ઓને મુશ્કેલી પડતા છાપ ખરાબ લઈને જાય છે, રામપુરાના રણછોડજી મંદિરે પાણી શુદ્ધા પીવાની વ્યવસ્થા નથી ત્યારે વહીવટી તંત્રે કે જીલ્લા પ્રવાસન વિભાગે રસ લઇ આ પરિક્રમા દરમ્યાન ખાસ વ્યવસ્થા કરાવી જોઈએ આ 16 કિમી ના માર્ગ ને વ્યવસ્થિત બનાવવો જોઈએ એવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું છે.>>> સદાનંદ મહારાજ (સંત રામપુરા )
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





