હળવદ ઈશ્વરનગર ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલ જંગમાં સેફોરનલાઈન ચેમ્પિયન

0
289

હળવદ ઇશ્વરનગર ગામે ગૌશાળાના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટેનીસ ટુર્નામેન્ટ ફાઇનલ જંગ ખેલાયો જેમાં પહેલા ટોસ ઉછાળવામાં આવ્યો હતો ઉમિયા ઇલેવન હળવદ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ૧૬ ઓવર માં 122 રન બનાવ્યા. સેફોનલાઈન ઇલેવન ઈશ્વરનગરને જીતવા માટે 123 રાનનો ટાર્ગેટ આપ્યો બીજા દાવમાં સેફોન લાઈન ઇલેવન 123 રનનો ટાર્ગેટ ૧૫ ઓવર માં પૂરો કરી, ટુર્નામેન્ટ ફાઇનલ ચેમ્પિયન બની હતી, આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ ,મેન ઓફ ધ સીરીઝ તથા ફાઇનલ ની બંને ટીમના ખેલાડીઓને મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા. તથા મેન ઓફ ધ સિરીઝ વિરેંદ્રસિંહ વાઘેલા ને આપવામાં આવ્યો હતો. આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમ તથા રનર્સઅપ ટીમને ટોફી તેમજ યોગ્ય રોકડ પુરસ્કાર આપવામાં આવ્યુ હતુ આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવદ થી નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, શ્રીરામ ગૌશાળા ભાવેશભાઈ ઠક્કર મયુર ભાઈ રાવલ કોમેન્ટ્રર દીનેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહાયા હતા, ક્રિકેટ રસિયાઓ મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શૈલેષભાઈ પટેલ સરપંચ અશ્વિનભાઈ પટેલ દિનેશભાઈ પટેલ હર્ષદ મહારાજ અને સમસ્ત ગામ લોકોનો સાથ સહકાર થી આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં ગામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી આ ટુર્નામેન્ટનું સંચાલન રાજેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું.
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY