રાજપીપળા લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના રેઢિયાળ વહીવટના કારણે એક મહિલા ગ્રાહક ધક્કે ચઢ્યા
જરૂર પડે પોતાની પોલિસી પર લોન લીધા બાદ ગત મહિને પુરેપુરી લોન ભરપાઈ કર્યા બાદ કંપનીમાં મુકેલી ઓરીજીનલ પોલિસી માટે ધક્કા
જયારે મહિલાએ લોનની પુરી રકમ ભરપાઈ કરી દીધી છતાં પોતાની પોલિસી કેમ નથી આપતા તેમ પૂછતાં મેનેજર સહિત સ્ટાફનું એકજ રટણ કે સ્ટાફ ઓછો હોવાના કારણે તકલીફની વાત
રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના લુલા વહીવટના કારણે જાગૃતિબેન શાહ નામની એક મહિલા ધક્કે ચઢી હોય જીવનના અંત ટાણે પરિવારને કામ આવતા વિમાના નાણાં માટે લોકો એલઆઇસી જેવી કંપની પર ભરોસો મૂકી પોલિસી ખરીદે છે પરંતુ ભારત દેશ ની કમનસીબી છે કે ખુરસી પર બેઠેલા કચેરીના અધિકારીઓ ખુરસી મળ્યા બાદ ગ્રાહકોને પડતી તકલીફ તરફ બિલકુલ ધ્યાન આપતા નથી તેવોજ અનુભવ રાજપીપળા ખાતે રહેતા જાગૃતિબેન શાહને થયો જેમાં પોતાની એક પોલિસી લીધા બાદ અમુક વર્ષ બાદ તેમને આર્થિક તકલીફ આવતા તેમના જમા થયેા રૂપિયા કટોકટીમાં કામ આવશે એમ વિચારી એ એલઆઇસી ઓફિસ પર ગયા અને અધ વચ્ચેથી વીમો બંધ કરાવી તેમની જમા થયેલી રકમની માંગ કરતા ત્યાંના કર્મચારી એ પોલિસી બંધ કરવા કરતા લોન લેવાની સલાહ આપી તેથી આ બેને લોન લીધી નિયમ મુજબ તેનું વ્યાજ ભર્યું પરંતુ હાલ તેમની સ્તિથી સુધરતાં બાકી લોન અને વ્યાજ ના પુરા નાણાં તેમણે જમા કરાવ્યા બાદ ત્યાં લીધેલી તેમની ઓરીજીનલ પોલિસીની માંગ કરતા એ ટપાલ દ્વારા અઠવાડિયામાં મળશે એમ જણાવ્યું પરંતુ એક મહિના જેવો સમય થવા છતાં પોલિસી ન મળતા ફરી કચેરી પર જતા ત્યાંથી એવો જવાબ મળ્યો કે સ્ટાફનો અભાવ હોવાથી હજુ મોકલી નથી જેથી આ બેને પૈસાની રસીદ બતાવી પોલિસી મને આપો એમ કહ્યું પણ ટપાલ માંજ મોકલીશુ અથવા તમને ફોન કરી જણાવીશુ એવો જવાબ એક મહિના બાદ મળતા અનેક સવાલ ઉભા થયા હતા . શું આ મહિલા ગ્રાહકની પોલિસી ક્યાંક અટવાઈ હશે …? કે મહિનો થવા છતાં નહીં આપવા પાછળ અન્ય કોઈ કારણ હશે…? એક નાનકડી પોલિસી ગામમાં જ રહેતા ગ્રાહકને પહોંચાડવા કંપની કેમ સમય બગાડે છે…? એલઆઇસીની મુંબઈ ખાતે આવેલી વડી કચેરી દ્વારા આ બાબતે તપાસ કરી જાગૃતિબેન ને તેમની પોલિસી વહેલી તકે પરત મળે એવી એ આશા રાખી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





