રાજપીપળા : રાજપીપળા સોનીવાડમા આવેલા વિઠ્ઠલનાથજી ના મંદિર પાસે રહેતા મધુબેને પરમારે નગર પાલીકાની જગ્યામા ગેરકાયદે બાંધકામ કરી રસ્તો સાંકડો કરનાર વિરુદ્ધ અરજી કરી હતી. જેની અદાવતે નગર ૧૧ વિરુદ્ધ બેટ અને લાકડી જેવા મારક હથીયારો વડે હુમલો કયો હોવાની ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદ આપનાર મધુબેન સુરસિહ પરમાર ( રહે.સોનીવાડ, રાજપીપળા)એ તેજસભાઈ ગાંધી,જયદીપ મહેશભાઇ સોલંકી, દત્તાબેન તેજસભાઇ ગાંધી,પ્રથમભાઇ તેજસ ગાંધી, હરનીશભાઇ ગાંધી, માયાબેન જયદીપભાઇ સોલંકી, રવિભાઈ સવાણી, નિલેશભાઇ સવાણી,ભાવેશભાઇ રબારી, વજેસીંગ રબારી,ચિરાગપુરોહી સામે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ આપી જણાવ્યું હતું કે તેજસભાઇ ગાંધીએ નગરપાલીકાની જગ્યામા ગેરકાયદેસર બૉધકામ કરી તેમના ઘરમાથી ફળીયામા જવાનો રસ્તો સાંકડો કરી નાખ્યો હતો.જે બાંધકામ દૂર કરવા મધુબેને નગરપાલીકામા અરજી આપી હતી.જે બાબતની રીસ રાખી તેજસભાઇ ગાંધી અને જયદીપભાઇ સોલંકીએ તેમના ઘરના ઓટલા ઉપર ઉભા રહી ગાળો બોલી રીસ બેટ તથા લાકડી વડે હુમલો કરતા સુરસિંહ પરમારને બેટ માથામા વાગી ગયુ હતું.બાકીના અન્યો એ પણ એકસંપ થઇને ગેરકાયદેસર મંડળી બનાવી લાકડી વડે અને ઢીકાપાટુનો મારમાર્યો હતો.આ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા અનીતાબેન તથા પારૂલબેનને બેટ મારી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી હતી ફરિયાદ ના આધારે રાજપીપળા પોલીસે 11 સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ પીએસઆઇ આરપી ભરવાડ કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



