મોરબીના ઘૂંટૂં ગામની નવોદય વિદ્યાલયમાં બાલ આનંદ મેળો યોજાયો.

0
249

ઘુંટું ગામમાં આવેલી નવોદય વિદ્યાલય ખાતે ગત તા. 24 ને રવિવારના રોજ બાલ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ – 3 થી 10 ના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિ રજુ કરી હતી. આ બાલ આનંદ મેળામાં વેસ્ટ માંથી બેસ્ટ, ઉનનું ગૂંથન, વિજ્ઞાનના પ્રયોગો, ભરત નાટ્યમ, કથક ગરબા જેવા ડાન્સ, ગામડાની સંસ્કૃતિ, તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી ઘણી બધી  અલગ અલગ કૃતિઓ બાળકોએ બનાવી હતી.
આ તમામ કૃતિઓની  પ્રત્યક્ષ પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. આ બાલ આનંદ મેળો 5000 જેટલા લોકોએ નિહાળ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જહેમત ઉઠાવી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના પ્રમુખ બિપીનબાઈ કાંજીયા, ટ્રસ્ટી પરસોતમભાઈ કૈલા, આચાર્ય કિરીટભાઈ સાણજા અને મહેશભાઈ બોપલિયાએ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY