રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ઓટોમેટિક ઓક્સિજન મશીન કે જેમાં બાટલા ની કે કોઈ વસ્તુ ની જરૂરત રહેતી નથી. ઇલેકટ્રીક ની પિન માં જોડતાં જ ચાલુ કરી શકાય એવું ઓક્સિજન નું મશીન વસાવવામાં આવ્યું છે. જે હવામાંથી જ ઓક્સિજન બનાવી લે છે.
આ મશીન ઇનબૉક્સ કલેકશન, અન્નપૂર્ણા કોમ્પ્લેક્સ, ભટ્ટ ફળી મેઈન બજાર હળવદ થી ઉપયોગ માટે નિઃશુલ્ક મળી શકશે.
આ પ્રોજેક્ટ નું ડોનેશન સ્વ: જ્યોત્સનાબેન રામજીભાઈ જાકાસણીયા ના સમરણાર્થે હસ્તે: સુપુત્ર રવીકુમાર તરફથી આપવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ માં પ્રેસિડેન્ટ રમેશભાઈ ઝાલોરીયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ મોરડીયા, નરભેરામભાઈ અધારા, અરવિંદભાઈ પટેલ,
હાજર રહ્યા હતાં.આ પ્રોજેક્ટને રાજેન્દ્રસિંહ રાણા એ સફળ બનાવ્યો હતો.
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




