વિશ્વ આરોગ્ય દિવસ” ની ઉજવણી

0
21

7 એપ્રિલના રોજ દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિનની સ્થાપના 1948 માં પ્રથમ હેલ્થ એસેમ્બલીમાં થઈ હતી અને 1 લી વર્ષ 1950 માં આ ઉજવણીના હેતુથી આરોગ્ય સ્વાસ્થ્ય વિષયની જાગૃત્તા ઊભી કરવાના ઉદ્દેશથી વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે WHO દ્રારા આ વર્ષ માટે આપવામાં આવેલ સૂત્ર univarsal helth coverej ચરીતાર્થ કરવા માટે આજે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ સુરત દ્વારા જનરલ હેલ્થ કેમ્પ સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસમાં કરવામાં આવ્યો હતો.જેમાં ડો.પ્રકુલભાઈ શિરોયા દ્રારા ૮૧ દર્દીઓની તપાસ કરી હતી અને જરૂરીયાત મંદ લોકોને ફરી માં દવા આપવામાં આવી હતી.તેમજ ors પાવડર નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

ડો.પ્રકુલ શિરોયા દ્રારા જણાવવામાં આવ્યું હતું કે બધા માટે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે માનવજાત માટે ઉપલબ્ધ આરોગ્ય સંભાળની સિસ્ટમ્સ નો ઉપયોગ કરવો આવશ્યક છે , જો કે તેમને ખંતપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે.આરોગ્ય સંભાળની સિસ્ટમનો ઉપયોગ કરવો એ પણ મહત્વપૂર્ણ છે જે વિશ્વસનીય અને પ્રમાણિત છે.તથા સુરતમાં હાલમાં વક્રેલા સ્વાઇનફ્લુ જેવા રોગોથી બચવાના ઉપાયો તેમજ સ્વચ્છતા વિશે વિશેષ જાણકારી આપવામાં આવેલ તથા થેલેસેમીયા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતમાં એક લાખ કરતા વઘુ અને ગુજરાતમાં નવ હજાર જેટલા થેલેસેમીયા મેજરના દર્દીઓ છે .પરતું લગ્ન પહેલા જો લોહીના રીપોર્ટ કરાવવામાં આવે તો આપણે થેલેસેમીયા મેજર બાળકોને જન્મતા અટકાવી શકીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY