પાણીના ધાંધિયાથી ભારોભાર નારજગી
મોરબીના છેવાડાના વિસ્તારો સાથે તંત્ર હમેશા ઓરમાયું વર્તન કરતી હોય તેવી ફરિયાદો ઉઠતી હોય છે અને લાયન્સનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન ખદબદતો હોય જે મામલે રજુઆતો કર્યા બાદ પણ પ્રશ્ન ના ઉકેલાતા આજે મહિલાઓએ માટલા ફોડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો
મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સ નગર સહિતના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાઈ હતી અને પાણીની સમસ્યા અંગે લત્તાવાસીઓએ પાલિકા તંત્રને રજુઆતો કરી હતી અને હમેશની જેમ ખાતરીના ગાજર આપીને ટોળાને રવાના કરી દેવાયા હતા જોકે બાદમાં પ્રશ્ન ઉકેલાયો ના હોય ત્યારબાદ પણ લત્તાવાસીઓએ રજૂઆત કરી હતી જોકે નીભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હોય જેથી છેવાડાના વિસ્તારની મહિલાઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ધોમધકતા તાપમાં પાણી વિના ઘર કેવી રીતે ચલાવવું તેવી સમસ્યાથી પીડાતી મહિલાઓએ આજે બેડા સરઘસ કાઢ્યું હતું અને માટલાઓ ફોડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




