હળવદમાં હૃદયની ગંભીર બીમારીથી પીડાતા બે બાળકોને નવજીવન મળ્યું

0
61

સરકારના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે કરાઈ બંને બાળકોની સર્જરી

હળવદના ઘનશ્યામગઢ ગામ અને જોગડ ગામના બે બાળકો હૃદયની ગંભીર બીમારીથી પીડાતા હોય જેને રાજ્યમાં ચાલતા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તબીબોની ટીમે વિનામૂલ્યે હૃદયની સફળતાપૂર્વક સર્જરી કરી નવજીવન આપ્યું છે
સમગ્ર રાજ્યમાં કાર્યરત સરકારના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી માંડી ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે જે તપાસ દરમિયાન રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા હળવદના ઘનશ્યામગઢ તથા જોગડ ગામે રહેતા બાળકોના હૃદયની ગંભીર બીમારીથી પીડાતા હોવાનું નિદાન થયું હતું
જે બંને બાળકો ઘનશ્યામગઢના હિત અશોકભાઈ કવાડીયા અને જોગડના રહેવાસી રાજદીપસિંહ હરપાલસિંહ એ બંને બાળકોને એર્પીલ માસમાં ઓપરેશન કરવામાં આવ્યા છે અને બંને બાળકોને નવજીવન મળ્યા છે ત્યારે વાલીઓએ આરોગ્ય ટીમ અને સરકારના આ પ્રોગ્રામનો આભાર વ્યક્ત કર્યો છે

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY