મોરબીના ભડિયાદ ગામમાં દસેક દિવસથી પાણી વિતરણ કરાયું નથી

0
80

પાણી તેમજ અન્ય પ્રશ્નો મુદે ગ્રામજનોનું કલેકટરને આવેદન
     
મોરબી નજીકના ભડિયાદ ગામમાં છેલ્લા આઠ થી દસ દિવસથી પાણી આવતું ના હોય તેમજ ગામના અન્ય પ્રશ્નો વણઉકેલ્યા હોય જે મામલે ગ્રામજનોએ આજે જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે

ભડિયાદ ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે ગામના ૧૨ વોર્ડમાં પાણી પુરવઠા દ્વારા છેલ્લા ૮-૧૦ દિવસથી પાણી વિતરણ કરવામાં આવ્યું નથી ગામમાં મોટાભાગે શ્રમિક પરિવારો વસવાટ કરે છે અને પાણીનો કાયમી પ્રશ્ન હોય જેનો ઉકેલ લાવવા માંગ કરી છે
તે ઉપરાંત ભડિયાદ ગામમાં બહારગામથી આવીને વસેલા પરિવારો ઝુપડામાં વસવાટ કરી રહયા છે જેના નામ SECC ડેટા માટે મોકલેલ છે પરંતુ હજુ સુધી તે ચાલુ આવેલ નથી ત્તેમ્જ ભડિયાદ ગામમાં જવાના રસ્તે નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ભડિયાદ ગામ સુધી સ્કૂલો, કોલેજ અને બાલમંદિર આવેલ હોય જેથી રોડ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી છે
ભડિયાદ ગામમાં રોડ રસ્તા, ગટર જેવા વિકાસ કાર્યો ચાલુ હોય જેમાં અમુક લોકો રૂકાવટ પેદા કરે છે આવા લોકોને કાયદાનું ભાન કરાવવાની માંગ પણ ભડિયાદ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY