શુલપાણેશ્વર મહાદેવ મંદિરના મેળામાં બે લાખથી વધુ  શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા 

0
28

ધોમ ધકતા તાપમાં પણ લોકો ભક્તિમાં ગળાડૂબ થઈને મહાદેવના દર્શનાર્થે આવ્યા

સુકીભટ્ટ નદીમાં સ્નાન કરતા ભક્તોની લાગણી દુભાઈ : હાલ પાણી ખુબ છે તો છોડ્યું હોત તો સારું થાત 

રાજપીપળા : ચૈત્ર વદ અમાસનો દિવસ છે ત્યારે આ પવિત્ર દિવસે શૂલપાણેશ્વર મહાદેવના મેળાની પૂર્ણાહુતિ નો પણ દિવસે ત્યારે મેળાના અંતિમ દિવસે શુલપાણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે નર્મદા જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારમાંથી પણ અને ગુજરાતના અનેક વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.મેળામાં ભક્તોની ભીડ એટલી લાંબી થઈ ગઈ હતી કે ગોરા નર્મદા નદીના પુલ પર પગ મૂકવાની પણ જગ્યા રહી હતી.

મંદિરના મેળાની ખાસ વાત એ છે કે સામાન્ય રીતે મહાદેવને અલગ-અલગ વસ્તુના અભિષેક કરવામાં આવે છે પરંતુ  શૂલપાણેશ્વર મહાદેવ દાળિયાનો પ્રસાદ જે ચણામાંથી  બનાવાય  છે તે ચઢાવવાની પરંપરા વર્ષો જૂની છે અને જેના કારણે શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા આવે છે ત્યારે દાળિયા નો પ્રસાદ અવશ્ય લાવે છે અને મહાદેવને ચડાવે છે ત્યારે જૂના શૂળપાણેશ્વરના મંદિરે મેળો ભરાતો હતો તે વખતે ખાસ મહારાષ્ટ્રના ખાનદેશ વિસ્તારના વેપારીઓ આજે પણ એ ખાનદેશ થી દાળીયા વેચવા માટે મેળામાં આવ્યા હતાં એ લોકોએ ેળામાંથી દાળિા ખરીદી કર્યા હતા અને મહાદેવને ચડાવ્યા હતા. મેળામાં લોકોને ભારે અવ્યવસ્થાનો સામનો ન કરે તે માટે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ બેરીકેટ મુકવામાં આવ્યા હતા. તેમજ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ખુલ્લું હોવાના કારણે આ રસ્તો પણ એ તરફ જતો હોવાના કારણે જે પ્રવાસીઓ આવતા હતા તેને વાઘોડિયા ગામ તરફથી બે ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું.

શુલપાણેશ્વર મહાદેવના મંદિરે જઈ રહેલા શ્રદ્ધાળુઓને કોઇ પણ જાતની તકલીફ ન પડે શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર મેળાના કારણે સતત બે દિવસ 48 કલાક માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને રાત્રી દરમ્યાન અને દિવસે પણ શ્રદ્ધાળુઓએ શૂલપાણેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.

ચૈત્ર અમાસના દિને નર્મદા સ્નાન માટે હજારો લોકો એ ગોરા ખાતે નર્મદા સ્નાન કર્યું પરંતુ નર્મદામાં લીલ અને પાણી ઓછું હોવાને લઈને ભક્તોને મુશ્કેલી પડી છતાં ભક્તો ઓછા પાણીમાં પણ સ્નાન કરીને નર્મદા મૈયાના દર્શન કર્યા હતા. પરંતુ ભક્તોની લાગણી દુભાતી હતી, હાલ નર્મદા બંધમાં 119.60 મીટર સપાટી હોય જો આ દિવસ માટે પાણી છોડવામાં આવ્યું હોત તો પરિક્રમાનો છેલ્લો દિવસ હતો અને ચૈત્ર અમાસનો પવિત્ર દિવસ હતો જેથી ભક્તોની લાગણી પણ ના દુભાત.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY