જાઇન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર મેઈન દ્વારા પ્રથમ સેવાકીય પ્રવૃત્તિ-એક દિકરીનું કરિયાવર

0
39

સમાજમાં લોકોને સેવા નો દાખલો બેસાડવા માટે જાઇન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર મેઈન દ્વારા પ્રથમ સેવાકીય પ્રવુતિ ના ભાગ રૂપે એક જરૂરિયાતમંદ દીકરી નું કરિયાવર કરવામાં આવ્યું. જેમાં 12 જોડી કપડાં, ઇમિટેશન જવેલરી, રોજિંદા ઉપયોગ માં આવતી ઘરવપરાશ ની વસ્તુ ઓ જેવી કે કૂકર, ડિનર સેટ, બ્લેન્ડર, ટિફિન, કેસરોલ, અન્ય વાસણો, ચાંદી ના સાંકડા, પગની કેડી, નાકનો હીરો, બ્લેન્કેટ, ચાદર, તકિયા વગેરે વસ્તુઓ આપવામાં આવી. જેની કુલ ખર્ચ રૂપિયા ૨૮૩૫૦/- ( અંકે રૂ. અઠયાવીસ હજાર ત્રણ સો પચાસ) જેવો થયેલ છે. જે નીચે જણાવેલ દાતાઓ તરફ થી આપવામાં આવેલ છે- રશ્મિ બેન ખમ્બોજ , સ્થાપક પ્રમુખ ડિમ્પલેબેન આચાર્ય, પ્રીતિ શાહ, વિભા ઓઝા, બીના લખવાની, ચાંદની વચછાની, ડો. ઇવા ખારોડ , ડો. વર્ષા સોલંકી, મનીષાબેન ,મીનાક્ષી બેન ભટ્ટ, લીના શર્મા , જયાબેન દાફડા .
આ પ્રોજેક્ટ માં નીચે જણાવેલ સભ્યો હાજર રહ્યા હતા.
પ્રમુખ ડિમ્પલ આચાર્ય
વી.પી. વિભા બેન ઓઝા
વી.પી. પ્રીતિ શાહ
ડી.એફ. બીના લખવાની
ડાયરેક્ટર
મનીષા બેન ધુવા
વર્ષા બેન સોલંકી
મીનાક્ષીબેન ભટ્ટ
સભ્યો
લીના શર્મા
ઇવા ખારોડ

છ ભા.જ.પા. કચ્છ જિલ્લા મહિલા મોરચા ના પૂર્વ પ્રમુખ કૈલાશ બેન ભટ્ટ પણ આ પ્રોજેક્ટ માં હાજર રહયા હતા અને આ સેવાકીય પ્રવુર્તિ ને બિરદાવી હતી.
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY