મુંબઈ,તા.૨૦
૨૦૦૫માં રિલીઝ થયેલી સલમાન ખાન અને અનિલ કપૂરની કોમેડી ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલ વિશે પુરજોશમાં ચર્ચા ચાલી રહી છે. હવે ડિરેક્ટર અનિસ બઝમીએ પણ આ સિક્વલ વિશે ઇશારો કર્યો છે. અનિસના આ ઇશારા પછી ફિલ્મના રસિકો ઉત્સાહમાં આવ ગયા છે પણ સાથે સાથે ચોંકાવનારી માહિતી મળી છે કે આ સિક્વલમાં મૂળ ફિલ્મનો હીરો સલમાન ખાન નહીં હોય.
અત્યાર સુધી ડિરેક્ટર અનિસ બઝમી અને પ્રોડ્યુસર બોની કપૂર પાસે ટાઇમ ન હોવાના કારણે એની સિક્વલ બની નહોતી પણ હવે આ સિક્વલ બનાવવાનું ફાઇનલ થઈ ગયું છે.
એક સમાચાર પ્રમાણે બોની કપૂરે પોતાની બે ફિલ્મો માટે સલમાનને સાઇન કર્યો હતો પણ હવે સલમાને આ પ્રોજેક્ટમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. બોની કપૂર નજીકના ભવિષ્યમાં સલમાન સાથે વોન્ટેડ ૨ અને નો એન્ટ્રીની સિક્વલ કામ કરવાનો હતો પણ હવે તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. સલમાનના ઇન્કારના પગલે નો એન્ટ્રીની સિકવલ તેના વગર જ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




