ધોરણ ૧૦નું સુમન હાઈસ્કૂલનું ઝળહળતું ૯૭ ટકા સુધી પરિણામ

0
9

સુમન હાઈસ્કૂલના ૧૫ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો
સુરત, તા.૨૨
સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલના એસએસસીનું પરિણામ ગૌરવ અપાવે તેવું જાહેર થયું છે. જેમાં ગુજરાતી માધ્યમની ૯ શાળાનું સરેરાશ પરિણામ ૮૭.૮૦ ટકા, મરાઠી માધ્યમની ૫ શાળાનું સરેરાશ પરિણામ ૯૪.૩ ટકા, હિન્દી માધ્યમની ૨ શાળાનું સરેરાશ પરિણામ ૯૮.૬૪ ટકા, ઉડિયા માધ્યમની ૧ શાળાનું પરિણામ ૧૦૦ ટકા અને ઉર્દૂ માધ્યમની ૧ શાળાનું પરિણામ ૯૭.૬૭ ટકા આવ્યું છે. ઉપરોકત પરિણામ પૈકી ૧૫ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. જેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં સુમન હાઈસ્કૂલના આચાર્ય અને શૈક્ષણિક સટાફના અથાગ પ્રયત્નોને કારણે આટલું સારું પરિણામ મેળવી શકાય છે જે બદલ સુરત હાનગરપાલિકાના માન્ય કમિશનર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY