ઉર્સ પ્રસંગે સુફી સંતો માટે ઓલિયા કોન્ફરન્સનું પણ આયોજન
સુરત, તા.૨૯
હાજી પીર કયામુદ્દીન મોટામીયા ચિશ્તી ફરીદી, સાબિરીનો દસમો ઉર્સ મુબારક તા. ૩-૫-૨૦૧૯ના શુક્રવારે ચિશ્તીનગર, સુલતાનપુરા, મુ. ઝઘડીયા, જી. ભરૂચ ખાતે યોજાશે. આ પ્રસંગે સુફી સંતો માટેની ઓલિયા કોન્ફરન્સ પણ યોજાશે જેમાં સૈયદ મોહંમદ હાશ્મી મીંયા (શહેઝાદાએ મોહદ્દીષે આઝમે હિંદ) ઉપસ્થિત રહેશે. તથા સૈયદ મોહંમદ સુબ્હાની પણ હાજર રહેશે. તા. ૧-૫-૧૯ ના બુધવારે રાત્રે નવ કલાકે ગુસફ શરીફ, અને ૧૦-૦૦ કલાકે મીલાદ શરીફનો કાર્યક્રમ યોજાશે. તા. ૨-૫-૧૯ ના ગુરૂવારે સંદલ ચઢાવાશે. અને બપોરે ૧૧ વાગે લંગર લગાવવામાં આવશે. એજ દિવસે રાત્રે ૧૧-૦૦ કલાકે ભજનની મહેફિલ યોજાશે. તા. ૩ મેના શુક્રવારે રાત્રે નવ કલાકે હાશ્મી મીંયા સાહેબનું બ્યાન યોજાશે. જયારે આજ દિવસે રાત્રે ૧૨ કલાકે પ્રસિધ્ધ કવ્વાલ અઝીમ નાઝા કવ્વાલી રજુ કરશે. આ પ્રસંગે ઝઘડિયા ગાદીના ગાદીપતિ રફિકબાવા પિરઝાદા, એકબારા પાદરા ગાદીના ગાદીપતિ કદિરબાવા પિરઝાદા અને તેમના ભત્રીજા ડૉ. અરહમ બાવા પિરઝાદા ઉપસ્થિત રહેશે. તા. ૧ મેથી ૩ મે સુધી સંદલ ઉર્શની ઉજવણી કરાશે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



