બુધ અને ગુરૂવારે મોરબી જીલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા આદેશ
હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૧ જુન થી ૧૩ જુન દરમીયાન અરબી સમુદ્રમાં લો પ્રેસર ઉદભવવાની શક્યતાથી વાવાઝોડુ અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી મોરબી જિલ્લા કલેક્ટરે રાજય સરકારની સુચના અનુસાર તા. ૧૨ અને ૧3 જુનના રોજ સંભવિત વાવાઝોડા સંદર્ભે સમગ્ર જિલ્લાની શાળા અને કોલેજોમાં રજા રહેશે. આ રજા દરમ્યાન તમામ સ્ટાફે ફરજ ઉપર હાજર રહેવાનું રહેશે.
આગામી બે દિવસ ની અંદર વાયુ નામનું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠે ત્રાટકે તેવી શક્યતા હોવાથી સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા પણ તારીખ 12 અને 13 ના રોજ તમામ શાળાઓને બંધ રાખવા માટેની સૂચના આપી દેવામાં આવેલ છે
મોરબી જિલ્લામાં આવતા નવલખી બંદર ઉપર પણ વાયુ નામના વાવાઝોડાની અસર જોવા મળે તેવી શક્યતા છે અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાવાઝોડું તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા શિક્ષણાધિકારી અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આગામી બે દિવસ માટે મોરબી જિલ્લાની તમામ શાળાઓને બંધ રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે વધુમાં અધિકારીએ જણાવ્યું છે કે જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓને તારીખ 12 અને 13 ના રોજ બંધ રાખવાની છે
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




