રાજપીપળા :નર્મદા જિલ્લામાં સરકારી વકીલની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોએ નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ વંદના ભટ્ટ અને ડેડીયાપાડા બાર એસોસિએશન પ્રમુખ હિતેશ દરજીની આગેવાનીમાં સરકારી વકીલની પરીક્ષામાં પાસ થયેલ છેલ્લા અઢી વર્ષથી નિમણુંકની રાહ જોતા 543 ઉમેદવારોની સરકારી વકીલ તરીકે નિમણુંક કરવા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી હતી.

પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લામાં હાલ ફક્ત 2 જ સરકારી મદદનીશ વકીલો છે.જેના કારણે સામાન્ય પ્રજાને ન્યાય મેળવવામાં ઘણી તકલીફ પડે છે,ન્યાઈક કાર્યવાહી પણ વિલંબમાં મુકાય છે.કાયદાની જોગવાઈ મુજબ દરેક તાલુકાની ક્રિમિનલ કોર્ટમાં 1-1 મદદનીશ સરકારી વકીલ હોવા ફરજીયાત છે.બે સરકારી વકીલો પૈકી એક ડેડીયાપાડા અને સાગબારા કોર્ટમાં 2-2 દિવસ અને એક દિવસ રાજપીપળા કોર્ટમાં તો તિલકવાડા કોર્ટમાં 1 દિવસ રહે છે.ગરૂડેશ્વર તાલુકાની કોર્ટમાં એક પણ મદદનીશ સરકારી વકીલની નિમણુંક કરાઈ નથી.
અમે GPSC મારફતે વર્ષ 2013-14માં મદદનીશ સરકારી વકીલની લેખિત-મૌખિક પરીક્ષા પાસ કરી હતી,4/7/2016ના રોજ આવેલ પરિણામમાં કુલ 543 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી એમા નર્મદા જિલ્લાના 10 ઉમેદવારોનો સમાવેશ થાય છે.ત્યારબાદ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અલગ-અલગ મુદ્દાઓ પર રિટ થતા આ ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો હતો પણ હાલ નામદાર હાઇકોર્ટમાં કે અન્ય કોઈ પણ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલોની નિમણુંક અંગેની તકરાર પેન્ડિંગ નથી.તેમજ ભરતી કરવા માટે કોઈ પણ અંતરાય કે મનાઈ હુકમ પણ નથી.નર્મદા જિલ્લાના રાજપીપળામાં 4,ડેડીયાપાડામાં 1,સાગબારા-તિલકવાડા અને ગરૂડેશ્વરમાં 1-1 ક્રિમિનલ કોર્ટ કાર્યરત છે.આવી પરિસ્થિતિઓને ધ્યાને લઇ મદદનીશ સરકારી વકીલોની સત્વરે ભરતી કરવામાં આવે એવી અમારી માંગ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





