કોર્ટના ચુકાદા પહેલાં આસારામની ચિઠ્ઠી વાયરલ,કોઈ ભક્ત ૨૫ એપ્રિલે જાધપુર આવીને પોતાના રૂપિયા વેડફશો નહીં

0
154

ચુકાદાને પગલે જાધપુરમાં એલર્ટ,દેશોનો સૌથી મોટો નિર્ણય જેલમાંથી જ આવશે
દુષ્કર્મના કેસમાં જાધપુર કોર્ટ આજે આસારામના ભાવિનો ફેંસલો કરશે
જાધપુર,તા.૨૪
નાબાલિક બાળકી સાથે બળાત્કારના મામલે જાધપુરની કોર્ટ આસારામ બાપૂ પર ચુકાદો આપશે. આ નિર્ણય આવ્યા પહેલા દિલ્હીથી લઈને જાધપુર સુધી સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલિસને શંકા છે કે રામ-રહિમ પર આવેલા નિર્ણય બાદ જેવી રીતે તેમના સમર્થકોએ દિલ્હી સહિત ઘણી જગ્યાઓ પર તોફાનો કર્યા હતા બીલકુલ તેવી જ રીતે આસારામની સજાનો ચુકાદો આવ્યા બાદ પણ તોફાનો થવાની શક્્યતા રહેલી છે જેને લઈને પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જા કે આસારામ કદાચ આ મામલે અદાલતમાંથી નિર્દોષ સાબિત થાય તો પણ તેઓ જેલમાંથી મુક્ત નહી થઈ શકે કારણ કે તેમના વિરૂદ્ધ ગુજરાતમાં પણ બળાત્કારનો એક મામલો ચાલી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે દિવસે કોર્ટ નિર્ણય સંભળાવવાની છે તે દિવસે મોટી સંખ્યામાં આસારામના સમર્થકો જાધપુર પહોંચશે તેવી શક્્યતાઓને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.
રાજસ્થાન પોલિસ આસારામના સમર્થકો કોર્ટના નિર્ણય બાદ અથવા તો કોર્ટના નિર્ણય પહેલા રાજસ્થાનના શહેર જાધપુર પહોંચવાની યોજનાઓની સૂચના બાદ રાજસ્થાન સરકાર પાડોશી રાજ્યો પાસેથી પણ સહયોગ માંગી રહી છે. તેમણે જણાવ્યું કે જા જરૂરીયાત ઉભી થઈ તો અર્ધસૈનિક દળોને પણ તેનાત કરવામાં આવશે.
દિલ્હી સહિત રાજસ્થાન સુધી નિર્ણય બાદ કોઇ અવ્યવસ્થા ના ફેલાય તેના માટે બંને રાજ્યોની સરકારોએ પૂરતો બંદોબસ્ત કરી દીધો છે. દિલ્હી પોલીસ સંપૂર્ણપણે એલર્ટ છે જ્યારે જાધપુરમાં પણ કલમ ૧૪૪ લાગૂ કરી દેવાઇ છે. કયાંય ભીડ ભેગી થાય છે તો તરત જ એકશન લેવાશે. દિલ્હી પોલીસના અધિકારી યુપી અને હરિયાણા પોલીસ સાથે પણ સંપર્ક બનાવ્યો છે.
દિલ્હી ખાતેના સંતશ્રી આસારામજી આશ્રમ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો અંધાધૂંધી ફેલાવશે તે આસારામના ભક્ત ન હોઈ શકે. યાદીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફેલાઇ રહેલી માહિતી પર વિશ્વાસ ન કરવો.સાચી માહિતી માટે તમારી નજીકના આશ્રમ અથવા અમદાવાદ ખાતેના આશ્રમનો સંપર્ક કરવો.વધુમાં કહેવામાં આવ્યું છે કે, બાપુજી નિર્દોષ સાબિત થશે અને થોડા જ સમયમાં આપણી બધાની વચ્ચે હશે. જાધપુર આવવું પૈસા અને અનર્જીનો વ્યય જ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક સગીરાએ કથિત રીતે આસારામ દ્વારા જાધપુર બહાર આવેલા આશ્રમમમાં તેના પર બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યા બાદ પોલીસે ૨૦૧૩માં આસારમની ધરપકડ કરી હતી.બાદમાં આસારામને ઇન્દોર લઈ આવવામાં આવ્યા હતા અને હાલ તેમને જાધપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલ બહાર અનેક વખત પોલીસ અને આસારામના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ ચુકી છે. આસારામ આ કેસમાં દોષિત જાહેર થશે તો તેમને મહત્તમ ૧૦ વર્ષની જેલની સજા ભોગવવી પડશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY