ભારતની પ્રથમ ત્રણ વિકેટ લેવા પર અમારું સંપૂર્ણ ધ્યાનઃ ટ્રેંટ બોલ્ટ

0
263

મોઉનગુઇ,તા.૨૫
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે શુક્રવારે જણાવ્યું હતું કે ટીમનો સૌથી વધુ ભાર બીજી વન-ડેમાં ભારતના પ્રથમ ત્રણ ખેલાડીઓને આઉટ કરવા પર રહશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝમાં ભારતે, ન્યૂઝીલેન્ડને હરાવીને ૧-૦થી લીડ હાસલ કરી લીધી છે.
જા બેટિંગ આૅર્ડર પ્રમાણે જાવામાં આવે તો ભારતીય ટીમના પ્રથમ ત્રણ બેસ્ટમેનમાં શિખર ધવન, વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. જેમાં વિરાટ કોહલીની ગણતરી દુનિયાના સૌથી ખતરનાખ ખેલાડીઓમાં થાય છે.
જ્યારે બોલ્ટે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક બોલર તરીકે મારું માનવું છે કે અમારે ભારતીય ટીમને પહેલા ત્રણ ખેલાડીઓ પર વધારે દબાવ આપવાની જરૂર છે. એટલા માટે જ જા અમે પહેલી ૧૦ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી લઇએ તો ટીમ પર આપોઆપ દબાવ બની જશે.
વધુમાં બોલ્ટે જણાવ્યું હતું કે ભુતકાળમાં અમને સલામી જાડી માર્ટિન અને કોલિનના કારણે સારી શરૂઆત મળી છે. અમને જાણ છે કે શરૂઆતની વિકેટ મેચ માટે કેટલી મહત્વની હોય છે. મેચ જીતવા માટે ભાગીદારીમાં બેટિંગ કરવી જરૂરી છે અને શરૂઆત સારી કરવાથી પાછળ દબાવ ઓછો રહે છે. તેમજ મેકલીન પાર્કમાં અમારાથી પિચને ઓળખવામાં ભૂલ થઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY