રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી હઝરત નિઝામશાહ બાબાની દરગાહ ખૂબ જાણીતી અને પ્રખ્યાત છે,અહીંયા હિન્દૂ મુસ્લિમ તમામ જ્ઞાતિના લોકો પોતાની આસ્થા લઇ ને આવે છે.ગુરુવારના રોજ નિઝામશાહ બાબાના ઉર્ષની દબદબાભેર ઉજવણી કરાઈ હતી, રાજપીપળા સહિત ગામેગામના લોકોએ ઉર્ષમાં હાજરી આપી હતી અને દરગાહમાં ફૂલ ચાદર અર્પણ કર્યા હતા. ઉર્ષ નિમિત્તે નાત શરીફ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરા ના માશહૂર નાતખ્વાહ સુલતાન રઝા સાહેબે પોતાના બહેતરીન અંદાઝમાં નાત પઢી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.અને બીજા દિવસે મહેફિલનો પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો
આ દરગાહમાં ગુજરાતની સૌથી લાંબી મઝાર આવેલી છે જે હઝરત નિઝામશાહ બાબાના ખાદીમની છે.એક રાક્ષસના નાશ માટે નિઝામશાહ બાબા ઍ તેમના ખાદીમને શક્તિ આપી હતી અને તેમનુ કદ ખુબજ ઊંચુ કર્યું હતું
દરગાહના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે નિઝમશાહ બાબાનો ઉર્ષ દરવર્ષે ધામધૂમથી ઉજવાય છે અને આ વખતે પણ ઉર્ષની ઉજવણી ભવ્ય રીતે થઈ છે અહિ સર્વ ધર્મના લોકો આસ્થા ઓ લઈને આવે છે, અને નિઝામશાહ બાબાની દુઅઓથી સૌ ની તમન્નાઓ પુરી થાય છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




