ત્રીજી વન-ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યુંઃ ૧૦ વર્ષ બાદ સિરીઝ જીતી

0
6

ન્યૂઝીલેન્ડના ૨૪૪ રનના લક્ષ્યાંકને ભારતે ત્રણ વિકેટ ગુમાવી ચેઝ કર્યો
મેચમાં ૪૧ રન આપી ત્રણ વિકેટ ઝડપનાર શમી મેન ઓફ ધ મેચ,કોહલી-રોહિતે ફટકારી અર્ધી સદી,ભારત સિરિઝમાં ૩-૦થી આગળ
માઉન્ટ મોન્ગાનુઇ,તા.૨૮
વિરાટ કોહલીના સુકાનીપદ હઠળ ભારતીય ક્રિકેટ ટીમે એક વધુ સીરિઝ હાંસલ કરી છે. આ વખતે એણે ન્યૂઝીલેન્ડને એની જ ધરતી પર વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાં ધૂળચાટતું કરી દીધું છે. આજે અહીં બૅ-ઓવલ મેદાન ખાતે રમાઈ ગયેલી સીરિઝની ત્રીજી વન-ડે મેચમાં ભારતે ગૃહ ટીમને ૭-વિકેટથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતે સીરિઝને ૩-૦થી પોતાના કબજામાં લઈ લીધી છે. ચોથી મેચ ૩૧ જાન્યુઆરીએ હેમિલ્ટનમાં અને પાંચમી તથા છેલ્લી મેચ ૩ ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે. મોહમ્મદ શમીએ નવ આૅવરમાં ૪૧ રન આપી ત્રણ વિકેટ મેળવી. તેના આ ઉત્ક્રૃષ્ટ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો.
આજની મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગૃહ ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમના માટે રોસ ટેલરે સર્વાધિક ૯૩ રન કર્યા હતા. તે ઉપરાંત ટોમ લેથમે ૫૧ રનનું યોગદાન આપ્યું હતું. ટેલર અને લેથમે ચોથી વિકેટ પર ૧૧૯ રનની ભાગીદારી નોંધાવી હતી.
આ બંને સિવાય અન્ય કોઈ બેટ્‌સમેન કંઇ સારું પ્રદર્શન કરી શક્્યા નહોતા. ભારત માટે મોહમ્મદ શમીએ ૩ વિકેટ તેમજ ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ ૨-૨ વિકેટ લીધી હતી. જયારે કોહલીએ બ્રેસવેલને ૧૫ રને રનઆઉટ કર્યો હતો.
રોહિત શર્મા (૬૨) અને શિખર ધવન (૨૮)ની ઓપનિંગ જાડી ૩૯ રનના સ્કોર પર તૂટ્યા બાદ વિરાટ કોહલી અને રોહિતે મળીને સ્કોરને ૧૫૨ રન પર પહોંચાડ્યો હતો. રોહિત ૭૭ બોલમાં ૩ ચોગ્ગા, બે છગ્ગા સાથે ૬૨ રન કરીને આઉટ થયો હતો. કોહલીએ આજે પોતાની કારકિર્દીની ૪૯મી હાફ સેન્ચુરી ફટકારી હતી.
૧૬૮ રનના સ્કોર પર કોહલી (૬૦) આઉટ થયા બાદ અંબાતી રાયડુ (૪૦ નોટઆઉટ) અને વિકેટકીપર દિનેશ કાર્તિક (૩૮)ની જાડીએ વધુ નુકસાન થવા દીધું નહોતું. બંનેએ ૭૭ રનની અતૂટ ભાગીદારી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY