મુંબઈ,તા.૨૮
પોતાના પાવરફૂલ અભિનય દ્વારા દર્શકો અને સમીક્ષકોની શાબાશી મેળવી ચૂકેલી અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્માના પગલે હવે ફિલ્મ નિર્માત્રી બની રહી હોવાની માહિતી મળી હતી.
તાજેતરમાં સ્વરાએ એના ભાઇ ઇશાન ભાસ્કર સાથે કહાનીવાલે નામની ફિલ્મ કંપની સ્થાપી હોવાનું જાહેર કર્યું હતું. અત્યાર અગાઉ ટોચના બે અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્મા આ રીતે નિર્માત્રી બની ચૂકી છે અને પ્રિયંકાએ તો વિવિધ ભાષામાં સારી ફિલ્મો બનાવીને નેશનલ એવોર્ડ સુદ્ધાં જીત્યા છે.
સ્વરાએ અત્યાર સુધી બિનપરંપરાગત કહેવાય એવા વિષયો પર ફિલ્મો બનાવી છે જેમાં અનારકલી આૅફ આરા, નીલ બટ્ટે સન્નાટા અને વીરે દી વેડિંગ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. એમાં વીરે દી વેડિંગ મલ્ટિસ્ટાર કહેવાય એવી ફિલ્મ હતી અને કરીના કપૂર ખાન પ્રેગનન્ટ થતાં લંબાઇ પણ ગઇ હતી. પરંતુ રજૂ થયા બાદ આ ફિલ્મ બોક્સ આૅફિસ પર હિટ નીવડી હતી.
સ્વરાએ કહ્યું કે લગભગ છેલ્લા દોઢેક વર્ષથી અમે કહાનીવાલે કંપની સ્થાપવાના વિચારોમાં હતા. અમારો ઉદ્દેશ સારી સ્ક્રીપ્ટ્સ પસંદ કરીને સરસ ફિલ્મો બનાવવાનો અને નવી પ્રતિભાને તક આપવાનો છે. અમારે તાજગીપૂર્ણ કથાઓ રજૂ કરવી છે. આ ઉદ્દેશ સાકાર કરવાનું સહેલું નથી એ હું જાણું છું પરંતુ અમારે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




