એમઆરપી કરતાં વધુ કિંમતે સામાન વેચનારને પાંચ લાખનો દંડ,બે વર્ષની જેલ

0
284

ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮

મોદી સરકાર કાયદામાં સંશોધન કરવાની તૈયારીમાં

એમઆરપીથી વધુ કિંમત વસૂલવા પર હવે પાંચ લાખના દડં સાથે સાથે બે વર્ષ સુધી જેલની હવા પણ ખાવી પડે તેમ છે. આ અંગે વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર કાયદામાં સંશોધન કરવા જઈ રહી છે.

કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયના એક વરિ અધિકારીના જણાવ્યા અનુસાર લગામ કસવા માટે હાલના દડં અને સજાની જાગવાઈ ઓછી છે. ગત મહિને મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠયો હતો. આ બેઠકમાં દડં અને સજા વધારવા માટે સહમતિ પણ સધાઈ ચૂકી હતી. આ હેઠળ મંત્રાલયે એમઆરપીની વધુ કિંમત વસૂલવા પર સખ્તાઈ રાખવાનો પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે.

પ્રસ્તાવ અનુસાર પહેલી વખત કોઈ વેપારી ભૂલ કરે તો તેને ૧ લાખ, બીજી વખત કરે તો ૨.૫૦ લાખ અને ત્રીજી વખત કરે તો પાંચ લાખ સુધીનો દડં ફટકારવામાં આવવો જાઈએ. યારે અત્યારે ૧ વર્ષ સુધીની સજાની જાગવાઈ છે જેને વધારી ૧.૫ વર્ષ અને ૨ વર્ષ સુધીની જેલ સજા કરવાનો પ્રસ્તાવ છે. ૧ જૂલાઈ ૨૦૧૭થી ૨૨ માર્ચ ૨૦૧૮ સુધીમાં ૬૩૬ ફરિયાદો આ અંગેની મળી છે જેમાં ૧૬૮ ફરિયાદો મહારાષ્ટર અને ૧૦૬ ફરિયાદો ઉત્તરપ્રદેશથી અને સૌથી ઓછી ૩ ફરિયાદ દિલ્હીથી મળી છે. યારે ગુજરાતમાં એમઆરપીથી વધુ રકમ વસૂવાની ૧૯ ફરિયાદ નોંધાઈ છે. જા કોઈ વેપારી આ પ્રકારની હરકત કરતો હોય તો ૧૮૦૦–૧૧–૪૦૦૦ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી ફરિયાદ કરી શકાશે. આ ઉપરાંત ૯૧૮૧૩૦૦૦૯૮૦૯ ઉપર એસ.એમ.એસ પણ કરી શકાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY