જ્યારથી એમએસપી વધારી ત્યારથી કોંગ્રેસની ઊંઘ હરામ થઈ ગઈ: મોદી

0
17

મલોટ,તા.૧૧
૨૦૧૯ની લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ હવે કમર કસી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર હવે સીધી સામાન્ય જનતા સાથે જાડાઇ રહી છે. પીએમ મોદીએ આજે પંજાબના મલોટમાં ખેડૂત રેલીને સંબોધન કર્યું. વડાપ્રધાને તેમના સંબોધનની શરૂઆત પંજાબી ભાષામાં કરી. મોદીએ કહ્યુ કે શીખ સમુદાય આજે સરહદની રક્ષા હોય કે પછી ખાદ્યસુરક્ષા, દરેક જગ્યાએ પ્રેરણા આપી છે. પંજાબે હંમેશાં પોતાના પહેલા દેશ માટે વિચાર્યું છે. મોદીએ કહ્યુ કે, અમે દોઢગણી એમએસપી આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો અને જ્યારથી સ્જીઁ વધારી છે ત્યારથી કોંગ્રેસની ઊંઘ હરામ થઇ ગઇ છે. પીએમ મોદીએ કોંગ્રેસની ટિકા કરતાં કહ્યુ કે ૭૦ વર્ષોનો ઇતિહાસ જણાવે છે કે આટલા વર્ષોમાં અગાઉની સરકારે ખેડૂતોની નહિ પરંતુ માત્ર એક જ પરિવારની ચિંતા કરી છે.
મોદીએ કહ્યુ કે, “છેલ્લા ૪ વર્ષોમાં ખેડૂતોએ દેશને અન્નભંડારથી ભરી દીધો છે. ઘઊં-ધાન-ખાંડ-કપાસ-દાળ દરેકમાં ખેડૂતોએ ઉત્પાદનના રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લાં ૪ વર્ષોમાં જે રીતે દેશના ખેડૂતોએ વિક્રમી ઉત્પાદન કરીને અન્ન ભંડારોને ભર્યા છે તેના માટે હું દેશના ખેડૂતોને નમન કરું છું.”
છેલ્લાં ૭૦ વર્ષોમાં જે પાર્ટી પર ખેડૂતોએ ભરોસો કર્યો હતો, તે પાર્ટીએ ખેડૂતોને સન્માન ન આપ્યું. આ દરમિયાન ફક્ત એક પરિવારની ચિંતા કરવામાં આવી. તમામ પ્રકારની સુવિધાઓ ફક્ત એક પરિવારને આપવામાં આવી અને તેમના માટે જ કામ કરવામાં આવ્યું. ખેડૂતોની મહેનતને અવગણી નાખવામાં આવી હતી.
કોંગ્રસે ખેડૂતોને ફક્ત દગો આપવાનું કામ કર્યું છે, પરંતુ જ્યારથી અમારી સરકાર આવી છે ત્યારથી અમે ખેડૂતો અને યુવાનોનું ધ્યાન રાખ્યું છે અને તેમને કરેલા વચનો પૂરાં કર્યા છે. ૪૦ વર્ષ સુધી કોંગ્રેસની વન રેંક વન પેન્શન લાગુ કરવાની હિંમત ન હતી, પરંતુ અમે કર્યું. અમારી સરકારે પાકના ખર્ચ કરતા દોઢગણી એમએસપી કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જ્યારથી એમએસપી વધારી છે ત્યારથી કોંગ્રેસને ઊંઘ નથી આવતી.
મોદીએ કહ્યુ, “ઘણા પાકની સ્જીઁ (ન્યૂનતમ ટેકાના ભાવ) એટલી વધારી દેવામાં આવી છે જેનાથી ખર્ચનું ૧૦૦ ટકા મૂલ્ય મળવાનું નક્કી છે. તેમણે કહ્યુ કે ઘણા પાક પર અત્યાર સુધી જેટલો ભાવ સરકાર પાસેથી મળતો હતો, હવે લગભગ ૧૧૦૦ રૂપિયા વધુ મળી શકશે. તેમણે કહ્યુ કે હવે એક ક્વટલ ધાન પર ખર્ચ ૧૧૫૦ રૂપિયા આવે છે અને ટેકાના ભાવ ૧૭૫૦ કરી દેવામાં આવ્યા છે. હવે ખેડૂતોને સીધો ૫૦ ટકા લાભ થવાનું નક્કી છે.”
મક્કેદી રોટી અને સરસોંદા સાગ દુનિયામાં બ્રાંડ પંજાબ છે. મકાઈની એમએસપીમાં પોણા ત્રણસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અમે આ ફેંસલો લીધો છે ત્યારથી કોંગ્રેસીઓ અને તેમના સહયોગીઓની ઊંઘ ઉડી ગઇ છે. તેમને એ સમજાઇ નથી રહ્યુ કે જે ફાઇલને તેઓ દબાવીને બેઠા હતા, તે આ સરકારે કેવી રીતે પૂરી કરી દીધી? આ જ કારણ છે કે તેઓ હવે નવી-નવી અફવાઓ અને તર્કો ઘડવામાં વ્યસ્ત છે. તેઓ ગમે તેટલી કોશિશ કરે તોપણ અમારા ઇરાદાઓ તેનાથી વધુ મજબૂત હશે.
અમારી સરકાર ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બેગણી કરવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં અત્યાર સુધી ૧૫ કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. બીજથી બજાર સુધી એક વ્યાપક રણનીતિ હેઠળ કામ થઇ રહ્યુ છે. ફસલની તૈયારીથી લઇને બજારમાં વેચાણ સુધીમાં આવતી તમામ સમસ્યાના સમાધાન માટે એક પછી એક પગલાં લેવામાં આવી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY