નામ્બી નારાયણન ફિલ્મનો ફર્સ્ટ લૂક રજૂ થયો

0
4

આર માધવન મુખ્ય રોલ કરી રહ્યો છે
મુંબઈ,તા.૧૪
અવકાશયાત્રા ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનારા સાઉથ ઇન્ડિયન અવકાશ વિજ્ઞાની નામ્બી નારાયરણનની બાયો-ફિલ્મના ફર્સ્ટ લૂકને અભિનેતા આર માધવને રિલિઝ કર્યો હતો.
આ ફિલ્મ માધવન પોતે અને અભિનેતા ફિલ્મ નિર્માતા અનંત મહાદેવન બનાવી રહ્યા છે. માધવને સોશ્યલ મિડિયા પર નામ્બી નારાયણન અને પોતાનો ફોટોગ્રાફ શૅંર કરતાં લખ્યું હતું કે અવકાશ વિજ્ઞાની નામ્બી નારાયણનની અમે જે ફિલ્મ બનાવવાના છીએ એનો આ ફર્સ્ટ લૂક છે. મેં નામ્બી નારાયણન જેવા દેખાવા માટે મારા ચહેરા પર કરેલા ફેરફારની ઝલક તમે આ બંને ફોટોગ્રાફ્સ દ્વારા કલ્પી શકો છો. અમને એમ લાગે છે કે દેશના અવકાશ વિજ્ઞાનમાં નામ્બીએ કરેલા પ્રદાનની વાત ઊગતી પેઢીનાં બાળકોને કહેવી જાઇએ. એટલે અમે આ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કર્યું. આ ફિલ્મ કમાવવા માટે નથી બનાવતા.
નામ્બી નારાયણને રોકેટ બાબતમાં કરેલા સંશોધનનું દેશના અવકાશવિજ્ઞાનમાં ઘણું મહત્વ છે. માધવને વધુમાં નારાયણનને સંબોધીને લખેલું કે તમારી એકદમ નિકટ આવવા જેટલું તો હું કરી શક્યું નથી, સર. પરંતુ તમારા વ્યક્તિત્વને ઉપસાવવાનો અમે સંનિષ્ઠ પ્રયત્ન કર્ય છે.
એરોસ્પેશ એંજિનિયર એવા નામ્બી નારાયણન ઇસરો સાથે જાડાયેલા હતા અને ક્રાયોજેનિક વિભાગમાં એમણે મૂલ્યવાન પ્રદાન કર્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY