હુમા કુરૈશી દીપા મહેતાની વેબ સિરિઝ કરશે

0
9

મુંબઈ,તા.૧૪
ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક દીપા મહેતા હાલ લૈલા નામની એક વેબ સિરિઝ બનાવવાની યોજના ઘડી રહ્યાં છે જેની મુખ્ય ભૂમિકા માટે અભિનેત્રી હુમા કુરૈશીને સાઇન કરી હોવાની જાણકારી મળી હતી.
છેલ્લા થોડા સમયથી હુમા બહુ સક્રિય રહી નહોતી અને એની બહુ ઓછી ફિલ્મો આવતી હતી. પરંતુ અત્યારે એ ખાસ્સી ઉત્તેજિત છે. દીપા મહેતા જેવી નીવડેલી ફિલ્મ સર્જક સાથે કામ કરવાની મળેલી તક અને સરસ કથાવસ્તુ ધરાવતી વેબ સિરિઝ મળી હોવાથી એ ખુશ છે.
છેલ્લે હુમાએ સાઉથના મેગાસ્ટાર રજનીકાંત સાથે કાલા ફિલ્મ કરી હતી. જા કે રજનીકાંત જેવા અભિનેતા સાથે તમે ચમકો ત્યારે સૌથી વધુ ફૂટેજ રજનીકાંતને ફાળે જાય એ સમજી શકાય એવી વાત છે. લૈલાની સ્ટોરીલાઇનનો અણસાર આપતાં દીપાના પ્રવક્તાએ કહ્યું કે આ વાર્તા ગ્રીષ્ણ ઋતુમાં ગુમાઇ ગયેલી એક બાળકીની છે. હુમા એ બાળકીની માતાનો રોલ કરે છે. બાળકીનું નામ લૈલા છે અને હુમા એની શોધ કરી રહી છે.
ફાયર, અર્થ અને વાટર જેવી બિરદાવાયેલી ફિલ્મો આપનારી દીપા આ સિરિઝની એક્ઝિક્યૂટીવ પ્રોડયુસર તરીકેની જવાબદારી પણ અદા કરશે. શંકર રમણ અને પવન કુમાર એમ બે ડાયરેક્ટર્સ આ સિરિઝનું ડાયરેક્શન સંભાળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY