ના..હોય… પ્રિયંકા સાથે સાસરિયાંમાં દુર્વ્યવહાર..?!!

0
33

મુંબઈ,તા.૯
પ્રિયંકા ચોપરાએ નિક જોનસ સાથે ડિસેમ્બર ૨૦૧૮માં રોયલ મેરેજ કર્યા હતા. આ લગ્ન બે રીતિ રિવાજથી થયા હતા. એક હિન્દુ અને બીજા ક્રિશ્ચિયન. જોકે આ લગ્ન પ્રસંગમાં દરેક ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે હવે નિકે તેના લગ્ન સંબંધી એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
રિપોર્ટ મુજબ લગ્નની વિધિઓ કરતા સમયે એક એવો સમય આવ્યો હતો જ્યારે નિકને લાગ્યું કે આ લગ્ન રોકી દેવા જાઈએ. તમને બતાવી દઈએ કે થોડા દિવસ પહેલા નિક એક હોલિવૂડ રિયલિટી શો ‘ધ લેટ લેટ શો વિથ જેમ્સ કોર્ડન’માં પહોંચ્યો હતો. શોમાં નિકનો એક લાઈ ડિટેક્ટર સેગમેન્ટ થયો. જેમાં નિકને એક અજીબ સવાલ પૂછવામાં આવ્યો. જેમ્સે નિકથી પૂછ્યું કે,‘આટલી બધી વિધિઓ કરતા સમયે ક્યારે એવું લાગ્યું કે આ બધું રોકી લેવું જોઈએ.’ નિકે જવાબ આપતા કહ્યું કે ‘હાં’ અને આ કહીને હંસવા લાગ્યો. ઉપરાંત નિકેને એમ પણ પૂછવામાં આવ્યું કે એ ક્યો સમય હતો ત્યારે તમને એવું લાગ્યું? તો નિકે કહ્યું કે,‘જ્યારે મે બિલ્સ જોયા તો લાગ્યું કે આ બધું રોકી લેવું જોઈએ.’ નિકની વાત સાંભળીને બધા હંસવા લાગે છે.
આ પહેલા જોનસ બ્રધર્સે એવો ખુલાસો કર્યો હતો કે તેમની ફેમિલીમાં એક શખ્સ એવો પણ છે જે પ્રિયંકાને પસંદ નહોતો કરતો. એક ચેટ શોમાં નિક જાનસના ભાઇ કેવિન જોનસે કહ્યું કે તેમની નાની દીકરી વેલેંટિનાને પ્રિયંકા સાથે કમ્ફર્ટેબલ થવામાં વધુ સમય લાગ્યો હતો. કારણ કે તે નિકની વધુ નજીક હતી અને પ્રિયંકાને નીક સાથે જોઈ તેને સારું નહોતું લાગતું. પરંતુ હવે તે પ્રિયંકા સાથે કમ્ફર્ટેબલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY