‘આન્ટી’ કહેવા પર ભડકી કરીના કપૂર, થઇ ટ્રોલ

0
4

મુંબઈ,તા.૯
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર જલ્દી અરબાજ ખાનના આગામી વેબ શો ‘પિંચ’માં દેખાશે. આ શોનો પ્રોમો વીડિયો તાજેતરમાં શેર કરવામાં આવ્યો છે. આ શોમાં કરીના કપૂર સોશિયલ મીડિયા પર પોતાને ટ્રોલ કરવા પર જવાબ આપતા નજરે આવી રહી છે. ખરેખર, સોશિયલ મીડિયા પર ‘આન્ટી’ કહેવામાં આવતા કરીના કપૂર ખૂબજ નારાજ નજરે આવે છે. યૂઝર્સ દ્વારા ફિલ્મી હસ્તિઓના સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા પર આ શોમાં સેલિબ્રિટીઝ તેમના વિચાર પ્રકટ કરે છે.
અરબાઝ ખાનના આ શોમાં કરીના કપૂર સોશિયલ મીડિયા પર એક યુઝર્સ દ્વારા કરવામાં આવેલ એક કમેન્ટને વાંચે છે. જેના પછી તેઓ હંસે છે પરંતુ ત્યાર બાદ ઘણી ગુસ્સામાં નજરે આવે છે. આ કમેન્ટમાં યુઝર્સે કરીનાને ટ્રોલ કરતા લખ્યું હતું કે, ‘હવે તમે એક આન્ટી છોપએક કિશોર વય જેવું એક્ટ કરવું બંધ કરો.’ કરીના આ કમેન્ટ વાંચીને ટ્રોલર્સ વિશે તેના અંદાજમાં જવાબ આપતા નજરે આવે છે.
આ શોમાં કરીના કપૂર સિવાય તમે સોનાક્ષી સિન્હા, કરણ જાહર, સોનમ કપૂર આહૂજા અને કપિલ શર્મા જેવા સેલિબ્રિટીઝ જાવા મળશે. આ શોને અરબાજ ખાન હોસ્ટ કરી રહ્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર અગામી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’માં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY