હું સ્ટાર્સ માટે ફિલ્મો બનાવવા અહીં આવ્યો નથી : તિગ્માંશુ ધૂલિયા

0
10

દર્શકો અને પ્રતિભાવાન કલાકારો માટે ફિલ્મો બનાવું છું
મુંબઇ,તા.૧૧
આગેવાન ફિલ્મ સર્જક તિગ્માંશુ ધૂલિયાએ કહ્યું હતું કે હું બોલિવૂડમાં સ્ટાર્સ માટે ફિલ્મો બનાવવા આવ્ય નથી. દર્શકો અને સારા પ્રતિભાવાન કલાકારો માટે ફિલ્મ બનાવવા આવ્યો છું.
મધ્યમ કદના બજેટ દ્વારા ધૂલિયાએ બનાવેલી ફિલ્મો પાનસિંઘ તોમર અને સાહેબ બીજી ઔર ગેંગસ્ટર સિરિઝ જેવી ફિલ્મો વખણાઇ છે. મોટા સ્ટાર વિના ફિલ્મો બનાવવાની કલા એણે હસ્તગત કરી લીધી છે. એણે કહ્યું હતું કે રખે એેમ માનતા કે હું દંભ કરું છું. પરંતુ મારે એેવી ફિલ્મો બનાવવી છે જે તિગ્માંશુ ધૂલિયાની ફિલ્મો તરીકે ઓળખાય. સ્ટારના નામથી મારે ઓળખાવું નથી.
‘મારી ફિલ્મ બોક્સ આૅફિસ પર હિટ નીવડે કે ફ્લોપ નીવડે એની મને બહુ પરવા નથી. પરંતુ મારે સ્ટાર્સને લઇને ફિલ્મો બનાવવી નથી એવું હું પહેલેથી નક્કી કરીને બોલિવૂડમાં આવ્યો હતો. સ્ટાર્સ વગરની ફિલ્મો જ હું બનાવતો રહેવાનો છું’ એમ ધૂલિયાએ કહ્યું હતું.
એણે કહ્યું કે હવે હું એવા પ્રોડયુસર્સને મારી સ્ક્રીપ્ટ લઇને મળતો જ નથી જે એમ કહે કે ફલાણા સ્ટારનો સંપર્ક સાધો અને એને સાઇન કરો. એણે ઉમેર્યું કે સ્ટારને લઇને ફિલ્મ બનાવવામાં સર્જકનું ટેન્શન બિનજરૂરી વધી જાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY