લોકસભા ચૂંટણી : મમતાએ ૪૦.૫ ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપી

0
8

કોલકાત્તા,તા.૧૨
લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ એક એવા રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે કે જેના પર મોટી મોટી પાર્ટીઓની નજર છે. અહીં લોકસભાની ૪૨ બેઠકો છે. ટીએમસીએ આજે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
કોલકતામાં ટીએમસીના સુપ્રિમ મમતા બેનરજીના નિવાસસ્થાને ઉમેદવારોના નામો વિશેની એક બેઠક યોજાઇ હતી. ત્યારબાદ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. બેઠક પછી, મમતાએ કહ્યું કે ટીએમસીએ ૪૦.૫ ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. આ આપણા માટે ગૌરવની વાત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY