મુંબઈ,તા.૧૩
બોલિવૂડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપડા આ દિવસોમાં તેની ફિલ્મ ‘કેસરી’ ના પ્રમોશન માટે ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ રિલીઝ થવામાં હજુ સમય છે પણ પરિણીતી આ ફિલ્મનું પ્રમોશન જારશોરથી કરી રહી છે. તાજેતરમાં એક્ટ્રેસે મીડિયા સામે ખાસ વાતમાં તેમના લગ્નને લઇને ખુલાસો કર્યો.
પરિણીતીને તેની મોટી બહેન પ્રિયંકા ચોપડા અને નિક જાનસના લગ્ન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા. ત્યારે તેમણે ખૂબ જ આનંદકારક રીતે જવાબ આપ્યો. પરિણીતીએ જણાવ્યું છે કે પ્રિયંકાએ ૩૬ વર્ષની ઉંમરે લગ્ન કર્યાં અને તે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઇ, હવે, મારી પાસે પણ તેના માટે છ વર્ષ છે. ” પરિણિતિએ પણ કહ્યું કે હાલ લગ્ન કરવા માટે કોઈ યોજના નથી. આ ત્યારે થશે જ્યારે તેના માટે પોતાને તૈયાર થઇશ. પરિણીતિીએ કહ્યું કે આ વિશે હાલમાં મે કોઈ વિચારી કર્યો નથ. પ્રિયંકા ચોપડાના લગ્ન દરમિયાન આ વાત પર થઇ રહી હતી કે પ્રિયંકાના લગ્ન બાદ પરિણીતી પણ ચરિત દેસાઇ સાથે લગ્ન કરી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





