લોકો મારા વિષે શું વિચારશે એ સૌથી મોટી ભૂલ : જૈકલીન

0
5

મુંબઈ,તા.૧૦
બોલીવુડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાડિસ ભલે લાંબા સમયથી કોઇ ફિલ્મમાં જાવા ન મળી હોય, પરંતુ સતત સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. અવાર-નવાર તે પોતાના ફોટા અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ ક્રમમાં રવિવારે જૈકલીને પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ખુલાસો કર્યો છે કે તેમણે પોતાની જીંદગીમાં સૌથી ભૂલ કઇ કરી. જૈકલીન ફર્નાડિસે જણાવ્યું કે તેમણે પોતાની જીંદગીમાં સૌથી મોટી ભૂલ એ વાતની ચિંતા કરવામાં કરી કે લોકો તેમના વિશે શું વિચારશે શું કહેશે.
તેમણે આગળ કહ્યુ ‘એ વિચારણી તમારા સપનાને મારી નાખે છે. તેમણે કહ્યુ કે તમે પોતાના વિશે વિશે વિચારે છે અને પોતાના વિશે શું કહે છે, આ મહત્વ ધરાવે છે. બીજા માટે જીવવાનું છોડી દો.’ તાજેતરમાં જ જૈકલીન ફર્નાડિસે કહ્યુ કે તે એક સંવેદનશીલ વ્યકિત છે અને સોશિયલ મીડિયા પર નકારાત્મક ટિપ્પણીઓ તેમને પ્રભાવિત કરે છે. એક ટીવી શો પર કાર્તિક આર્યનની સાથે જૈકલીને આ વિશે વાત કરી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY