અનુરાગની ફિલ્મ ખોરંભાઈ, કલાકારોની તલાશ જારી

0
269

મુંબઈ,તા.૧૪
લાઇફ ઇન અ મેટ્રો જેવી ફિલ્મ બનાવનારા અને કેન્સર સામેની લડત જીતી જનારા ફિલ્મ સર્જક અનુરાગ બસુને અત્યારે એની ફિલ્મ માટે કલાકારો જડતા નથી.
બીયોન્ડ ધ ક્લાઉડ્‌સ અને ધડક ફેમ અભિનેતા ઇશાન ખટ્ટરે પહેલાં સ્ક્રીપ્ટ વાંચીને મને સ્ક્રીપ્ટ ગમી છે એમ કહીને ફિલ્મ કરવાની હા પાડી હતી. પછી કોણ જાણે શું થયું, એણે ફિલ્મ છોડી દીધી. ત્યાર પહેલાં પરિણિતી ચોપરા આ ફિલ્મ છોડી ચૂકી હતી.
પછી વારો આવ્યો તાપસી પન્નુનો. એ આ અનટાઇટલ્ડ ફિલ્મમાં આદિત્ય રોય કપૂરની હીરોઇન તરીકે ચમકવાની હતી. પરંતુ હાલ એ સુજાય ઘોષની ફિલ્મ બદલા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કરી રહી છે. એણે પણ તારીખો ક્લેશ થાય છે એમ કહીને ફિલ્મ છોડી દીધી.
હાલ આ અનટાઇટલ્ડ ફિલ્મની સ્ટારકાસ્ટમાં અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ અને આદિત્ય રોય કપૂર છે. એટલે સ્ટારકાસ્ટ સાવ ફેંકી દેવા જેવી પણ નથી.
પરંતુ અનુરાગને હજુ બે ત્રણ કલાકારોની જરૃર છે. ઇશાન ખટ્ટરને આૅફર કરેલો રોલ તેમ જ તાપસી પન્નુવાળો રોલ કરે એવા કલાકારોની એની તલાશ જારી છે. આ કલાકારો મળે ત્યારબાદ ફિલ્મની પૂર્વતૈયારી અને વર્કશોપ શરૃ કરવાની અનુરાગની યોજના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY