‘નો ફાધર્સ ઈન કાશ્મીર’નું ટીઝર રિલીઝ, ફિલ્મ ૫ એપ્રિલે રિલીઝ થશે

0
36

મુંબઈ,તા.૧૬
૮ મહિના સુધી રાહ જોયા બાદ આખરે સેન્સર બોર્ડ તરફથી ‘નો ફાધર્સ ઈન કાશ્મીર’ને યુ/એ સર્ટિફિકેટ મળી ગયું છે. ૧૫ માર્ચે આલિયા ભટ્ટે પોતાના જન્મદિવસ પર માતા સોની રાઝદાન સ્ટારર ફિલ્મ ‘નો ફાધર્સ ઈન કાશ્મીર’નું એનાઉન્સમેન્ટ સોશિયલ મીડિયા પર કર્યું હતું. ફિલ્મનું ૧ઃ૩૦ મિનિટનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ટીઝર એક ટેગલાઈન સાથે આવ્યું છે, દરેક વિચારે છે કે તેઓ કાશ્મીરને સમજે છે.
ફિલ્મ એક ૧૬ વર્ષની બ્રિટિશ -કાશ્મીરી છોકરી ‘નૂર’ની સ્ટોરી છે. જે કાશ્મીર પોતાના પિતાની શોધમાં આવે છે. ત્યાં તેની મુલાકાત ‘માજિદ’ નામના કાશ્મીરી છોકરા સાથે થાય છે. બન્ને ટીનેજર એકબીજાના પ્રેમમાં પડે છે. પરંતુ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બન્ને એકવાર જંગલમાં હોય છે અને ત્યાં નૂરને ગ્રેનેડ મળે છે.
ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર અશ્વિન કુમાર આ ફિલ્મમાં એક્ટર તરીકે પણ દેખાશે. અશ્વિન કુમાર અગાઉ તેની શોર્ટ ફિલ્મ ‘લિટલ ટેરેરિસ્ટ’ માટે ઓસ્કર અવોર્ડમાં નોમિનેટ થઇ ચૂક્્યા છે. ઉપરાંત તેઓને બે ફિલ્મ ‘ઇન્શાલ્લાહ ફૂટબોલ’ અને ‘ઇન્શાલ્લાહ કાશ્મીર’ માટે નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY