‘ગો ગોવા ગોન’ની સિક્વલ ખોરંભે ચડી

0
1

મુંબઈ,તા.૧૬
દેશની પહેલી ઝોમ્બી કોમેડી ફિલ્મ ગણાવાયેલી ગો ગોવા ગોનની સિક્વલ શરૂ થયા પહેલાંજ વિલંબમાં પડી ગઇ હોવાની માહિતી મળી હતી.
છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાન આ ફિલ્મના હીરો હતા. સિક્વલ માટે પણ સૈફ જ મુખ્ય રોલ કરવાનો છે.
રાજ અને ડી કે નીડીમોરુએ ઓરિજિનલ ફિલ્મ બનાવી હતી. સિક્વલ વિશે બોલતાં રાજે કહ્યું કે ચાલુ વર્ષે આ ફિલ્મ ફ્લોર પર જઇ શકે એવી શક્યતા નથી. આવતા વર્ષે એ ફ્લોર પર જાય એવી અમારી યોજના છે.
આમ થવાનું કારણ શું એવો સવાલ પૂછતાં રાજે કહ્યું કે એક નહીં ઘણાં કારણો છે. આ સિક્વલ અમે સ્ત્રીની જેમ ઝડપથી બનાવી શકીએ એવી સ્થિતિ નથી. વળી કલાકારોની તારીખો, અન્ય સાધનો, આર્થિક બાબતો, લેકેશનની તલાશ વગેરે બીજાં પણ ઘણાં પરિબળો આ બાબતમાં જવાબદાર નીવડી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY