મુંબઈ,તા.૧૬
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. તે હંમેશા પોતાના મિત્રો અને પરિવારજનો માટે પોતાનાથી બનતી તમામ મદદ કરે છે. હાલમાં સલમાનની હોમ પ્રોડક્શન ફિલ્મ નોટબુકના એક ગીતની વિગતો સામે આવી છે. આ ગીત સલમાને પોતે ગાયું છે અને એમાં મોહબ્બતનું દર્દ છલકાય છે. આ પહેલાં પણ સલમાન હીરો ફિલ્મનું ટાઇટલ સોંગ ગાઈ ચૂક્યો છે.
બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન અનેક નવા સ્ટાર્સને લોન્ચ કરે છે. સલમાન દ્વારા લોન્ચ કરાયેલા સ્ટાર્સમાં સોનાક્ષી સિંહા, સ્નેહા ઉલ્લાલ, સૂરજ પંચોલી, અથિયા શેટ્ટી અને ડેઇઝી શાહનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં ઝહીર ઇકબાલ અને પ્રનૂતનનું નામ જાડાઈ ગયું છે. આ બંને કલાકાર સલમાનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘નોટબુક’થી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યા છે. સલમાને હાલમાં આ ફિલ્મનું પોસ્ટ રિલીઝ કર્યું હતું. નીતિન કક્કડે ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને એને દર્શકો પસંદ કરી કરી રહ્યા છે. ફિલ્મ ”નોટબુક” ૨૯ માર્ચ ૨૦૧૯ના રોજ રિલીઝ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



