જ્હોન અબ્રાહમ અભિનીત ‘રો’નું શુટિંગ પૂર્ણ

0
8

મુંબઈ,તા.૨૩
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ૧૯૭૧ના વાર સમયની જાસૂસીની કથા કહેતી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરનું શૂટિંગ પૂર્ણ થયા બાદ એના સર્જકે કહ્યું હતું કે અમે માત્ર ૪૬ દિવસમાં દેશનાં ૧૪ શહેરો ઉપરાંત નેપાળમાં શૂટિંગ કર્યું હતું.
આ ફિલ્મમાં મોખરાનો અભિનેતા જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે. એની છેલ્લી બંને ફિલ્મોમાં એણે દેશભક્તનો રોલ કર્યો હતો. બંને ફિલ્મો પોખરણ અને સત્યમેવ જયતે હિટ નીવડી હતી. એમાંય સત્યમેવ જયતે તો અક્ષય કુમારની ફિલ્મની સાથોસાથ રજૂ થવા છતાં હિટ નીવડી હતી.
રાના ડાયરેક્ટર રોબી ગ્રેવાલે કહ્યું હતું કે અમે આખી ફિલ્મ માત્ર પચાસ દિવસમાં શૂટ કરી હતી. અમે સતત કામ કરતા રહ્યા હતા. ગુજરાત, મુંબઇ, કશ્મીર અને નેપાળનાં કુલ પચાસ શહેરોમાં અમે રીતસર સમયની સાથે બાથ ભીડી હતી અને દોડાદોડ કરીને નિશ્ચિત સમયમાં ફિલ્મ સંતોષકારક રીતે પૂરી કરી હતી.મૂળ ટાર્ગેટ ૪૯ દિવસનો હતો પરંતુ અમે ૪૬ દિવસમાં ફિલ્મ પૂરી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY