ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે મનસુખભાઇ વસાવા છઠ્ઠી વખત ચૂંટણી લડશે.

0
53

રાજપીપળા : ઘણા દિવસોથી ભરૂચ લોકસભાની બેઠક માટે ભાજપ માંથી કોનું નામ ખુલશે તે અંગે અટકળોનો અંત આવતા આજે ભાજપ તરફ થી જાહેર થયેલ યાદી માં ભરૂચના સાંસદ મનસુખ વસાવાને રિપીટ કરતાં સમગ્ર ભરૂચ અને નર્મદા પંથક માં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ વસાવા છઠ્ઠી વાર ચૂંટણી લડશે રાજપીપલાના રહેવાસી મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર વિશ્વાસ મૂકીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે

મનસુખ વસાવા તત્કાલીન સાંસદ સ્વ ચંદુભાઈ દેશમુખના નિધન બાદ 1998 માં પ્રથમ વાર ભરૂચ લોકસભા બેઠક માટે ચૂંટણી લડીને જીત્યા હતા બાદમાં 1999,2004,2009,2014 હવે ફરી એક વાર પાર્ટી એ તેમના ઉપર પસંદગીની મોહર લગાવી છે

મનસુખ વસાવા અવારનવાર જાહેર મંચ પરથી જ પ્રજાકીય પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે અને પ્રજા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને પ્રજાના પ્રશ્નોને ભલે તેમની જ સરકાર સામે કેમ ન હોય વાચા આપવાનું ચુકતા નથી ત્યારે તેઓને ટિકિટ મળતા જ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખુશીની લહેર ફરી વળી છે.

જો કોંગ્રેસ અને બિટીપી ગઠબંધન ન થાય તો ભરૂચ બેઠક ઉપર ત્રિકોણીય જંગ સર્જાઈ શકે છે , જે રસપ્રદ રહેશે તેમ લોક ચર્ચાઓ ચાલી રહી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY