મહારાષ્ટ્રની મેડિકલ કાલેજમાં ટૂંકા સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ

0
19

કાલેજના વિદ્યાર્થીઓએ સંચાલકો સામે વિરોધ પ્રગટ કર્યો
મુંબઇ,તા.૨૫
કોલેજમાં ટૂંકા સ્કર્ટ નહીં પહેરવા અને વિવિધ ઇવેન્ટ્‌સમાં પુરુષ વિદ્યાર્થીઓ સાથે નહીં બેસવાના આદેશ બાદ મહારાષ્ટ્રની એક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સંચાલકો સામે વિરોધ પ્રગટ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે મુંબઈની જેજે હોÂસ્પટલની ગ્રાન્ટ મેડિકલ કોલેજે કોલેજમાં ૨૧મી માર્ચના રોજ યોજાયેલા હોળી ઉત્સવ બાદ વિદ્યાર્થિનીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓએ આ વાતનો વિરોધ કરવા માટે આખા કપડાં પહેર્યાં હતા અને મોઢું પણ ઢાંકી રાખ્યું હતું.
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, “ડીન ડો. અજય ચંદનવાલે અને વોર્ડન શિલ્પા પાટીલે આવો આદેશ જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થિનીઓએ ટૂંકા સ્કર્ટ ન પહેરવા જાઈએ. એટલું જ નહીં કોલેજની ઇવેન્ટ્‌સ દરમિયાન વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓથી અલગ બેસવું જોઈએ તેમજ રાત્રે ૧૦ વાગ્યા પહેલા હોસ્ટેલ પર પહોંચી જવું જાઈએ.
વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે, “કોલેજ સંચાલકોના આવા નિર્ણયને અમે વખોડી કાઢીએ છીએ. અમારે કેવા કપડાં પહેરવા અને કેવા ન પહેરવા તેની આઝાદી પર આ તરાપ છે. અમુક વિદ્યાર્થીઓની સજા તમામ વિદ્યાર્થીઓને શા માટે આપવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY